પોરબંદર એસ.ઓ.જી. એ પોણા બે કરોડના ફ્લોટિંગ ગોલ્ડ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 1 કીલો 829 ગ્રામ કિ.રૂ. 1,82,90,000/-(એક કરોડ બ્યાસી લાખ નેવુ હજાર) ના વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષ
પોણા બે કરોડના ફ્લોટિંગ ગોલ્ડ સાથે એક શખ્સને ઝડપી પાડતી પોરબંદર એસ.ઓ.જી.


પોણા બે કરોડના ફ્લોટિંગ ગોલ્ડ સાથે એક શખ્સને ઝડપી પાડતી પોરબંદર એસ.ઓ.જી.


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 1 કીલો 829 ગ્રામ કિ.રૂ. 1,82,90,000/-(એક કરોડ બ્યાસી લાખ નેવુ હજાર) ના વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોરબંદર જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર ઇસમો ઉપર વોચ સૂચના આપવામાં આવી હતી. જે સુચના આધારે પોરબંદર એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સપેક્ટર વાય. જી. માથુકીયા, પો.સ.ઈ. આર. એ. ઝાલા દરીયાઈ વિસ્તાર ધરાવતા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક શખ્સ વ્હેલની ઉલ્ટી (ફ્લોટીંગ ગોલ્ડ)ની હેરફેર કરતો હોવાની બાતમી માલ્ટા બાતમીના આધારે એસ.ઓ.જી.સ્ટાફે વોચ ગોઠવી નરસંગ ટેકરી હાઈવે રોડ પરથી મેહુલ ઉર્ફે અપ્પુ પ્રવિણભાઈ સોલંકી નામના યુવાનને કુલ વજન 1,829 કિ.ગ્રા. કિ.રૂ. 1,82,90,000/- ની વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપી પાડયો હતો. આ ઈસમની પુછપરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) બીલખા જુનાગઢ ખાતેથી વેચાણ અર્થે પોરબંદર લઇ આવેલ હોય અને વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોય અને ઉંચી કિંમતવાળી હોવાનું જણાવેલ હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતો હોવાનું કબુલ કર્યું હતું. એસ.ઓ.જી. દ્વારા વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બગ્રીસ) અને મજકુર ઇસમ વિરુધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોરબંદરનાઓને સોંપી આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande