રાણાવાવ પોલીસે 54,000 ના ત્રણ મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરની રાણાવાવ પોલીસે 54 હજાર રૂપિયાના ગુમ થયેલા મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા હતા. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી ગુમ થયેલ મ
રાણાવાવ પોલીસે 54,000 ના ત્રણ મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા.


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરની રાણાવાવ પોલીસે 54 હજાર રૂપિયાના ગુમ થયેલા મોબાઇલ મૂળ માલિકને પરત કર્યા હતા. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ચોરી ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન.તળાવીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસોને ખાસ સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા રાણાવાવ. પોલીસ સ્ટાફના માણસો દ્વારા અરજદાર જાંબુ ગામના અલ્પેશભાઇ મેરામણભાઇ સોલંકીનો મોબાઇલ કિ. 19,999 તથા ખંભાળાના જય ભરતભાઇ કેશવાલાનો મોબાઈલ કિ. 14000 અને રાણાવાવના રબારીકેડામાં રહેતા ભોજાભાઈ ગરચરનો મોબાઈલ કિં.20,000નો ખોવાઇ ગયેલ હોય જે કુલ રૂા. 53,999ની કિંમતના ચાર મોબાઇલ સી.ઈ.આઇ.આર. પોર્ટલની મદદથી શોધી કાઢી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત અરજદારોને પરત સોંપી આપેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande