ધૂળેટી તહેવાર નિમિત્તે પોરબંંદરમાં સખી મંડળની બહેનો માટે હર્બલ કલર વેચાણના સ્ટોલ શરૂ
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ સખી મંડળના બહેનોને તેમના દ્વારા બનાવવામાં
ધૂળેટી તહેવાર નિમિત્તે સખી મંડળની બહેનો માટે હર્બલ કલર વેચાણના સ્ટોલ શરૂ.


ધૂળેટી તહેવાર નિમિત્તે સખી મંડળની બહેનો માટે હર્બલ કલર વેચાણના સ્ટોલ શરૂ.


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ સખી મંડળના બહેનોને તેમના દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓને બજાર મળે તે માટે સમયાંતરે વેચાણ સ્ટોલ, તાલીમ કાર્યક્રમો અને માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે આવનારા ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા કુદરતી અને સુરક્ષિત હર્બલ રંગોના વેચાણ માટે શહેરમાં બાલુબા સ્કૂલ પાસે વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ સ્ટોલનો શુભ પ્રારંભ તા. 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ કરવામાં આવ્યો હતો. અહીં સખી મંડળની બહેનો દ્વારા તા. 4 માર્ચ સુધી હર્બલ કલર, પિચકારી તથા અન્ય સ્વદેશી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ પ્રયાસથી સખી મંડળની બહેનોને આવકનો સ્ત્રોત મળશે તેમજ નાગરિકોને પણ કેમિકલમુક્ત અને પર્યાવરણમૈત્રી હર્બલ રંગો સરળતાથી ઉપલબ્ધ થશે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સ્વદેશી અને કુદરતી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ પણ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોન્ચ કરાયેલ “સર્જનથી સમૃદ્ધિ” અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોને ઓળખ મળે તે માટે ખાસ સ્ટીકર લગાવવામાં આવ્યા છે, જેથી ગ્રાહકો સરળતાથી સ્થાનિક મહિલાઓના ઉત્પાદનોને ઓળખી શકે અને તેમને પ્રોત્સાહન મળે. શુભારંભ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, એન.યુ.એલ.એમ. પ્રોજેક્ટ સમાજ સંગઠક અલ્પાબેન મકવાણા, મનીષાબેન ચાંચીયા સહિત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા આવી પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande