ભારત-દક્ષિણ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલની નિમણૂક
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) 18મી લોકસભાના કાર્યકાળ માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા ‘ભારત-દક્ષિણ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ’ની રચના કરવામાં આવી છે. આ ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિત કુલ 11 સભ્યો
સાંસદ મુકેશ દલાલ


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) 18મી લોકસભાના કાર્યકાળ માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા ‘ભારત-દક્ષિણ આફ્રિકા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપ’ની રચના કરવામાં આવી છે. આ ગ્રુપમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિત કુલ 11 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.

આ પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપનો મુખ્ય હેતુ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સંસદીય સંવાદને મજબૂત બનાવવો, સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવું અને દ્વિપક્ષીય સહકાર વધારવાનો છે.

આ સમૂહના માધ્યમથી બંને દેશોના સંસદસભ્યો વચ્ચે સકારાત્મક અને રચનાત્મક સંવાદને વધુ ગતિ મળશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધો વધુ મજબૂત બનશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande