સુરત પાસપોર્ટ ઓફિસને ધમકી બાદ મહેસાણા પોસ્ટ ઓફિસ એલર્ટ, ડોગ સ્કવોડ સાથે તપાસ
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત સ્થિત પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બથી ઉડાવવાની મળેલી ધમકીના પગલે રાજ્યભરમાં સતર્કતા વધારવામાં આવી છે. તેના અનુસંધાને મહેસાણા શહેરની વિસનગર રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી. ગંભીર જાણકારી મ
સુરત પાસપોર્ટ ઓફિસને ધમકી બાદ મહેસાણા પોસ્ટ ઓફિસ એલર્ટ, ડોગ સ્કવોડ સાથે તપાસ


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત સ્થિત પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બથી ઉડાવવાની મળેલી ધમકીના પગલે રાજ્યભરમાં સતર્કતા વધારવામાં આવી છે. તેના અનુસંધાને મહેસાણા શહેરની વિસનગર રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી. ગંભીર જાણકારી મળતા જ સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી, જેના કારણે સ્થળ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મહેસાણાના હેડ પોસ્ટ માસ્ટર આર.એમ. રબારીએ માહિતી આપતાં જણાવ્યું કે સવારે 10.58 વાગ્યે હેડ ઓફિસ તરફથી ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં સુરત પાસપોર્ટ ઓફિસને બોમ્બ ધમકી મળ્યાની જાણ કરવામાં આવી હતી. આ સૂચનાના આધારે તરત જ મહેસાણા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપવામાં આવી હતી.

માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ડોગ સ્કવોડની મદદથી સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande