સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા બચાવમાં લેવામાં આવતા સાધનોનું પ્રદર્શન તથા લાઈવ ડેમોસ્ટરેશન યોજાયું
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, ઓલપાડ સ્થિત છઠ્ઠી બટાલિયન, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ તથા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પુર, ભુકંપ કે કોઈ પણ આપદાઓ સમયે બચાવ અને રાહતની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બચાવ, સલ
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ, ઓલપાડ સ્થિત છઠ્ઠી બટાલિયન, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ તથા સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પુર, ભુકંપ કે કોઈ પણ આપદાઓ સમયે બચાવ અને રાહતની કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા બચાવ, સલામતી અને સંદેશાવ્યવહારના સાધનોનું પ્રદર્શન તથા લાઈવ ડેમોસ્ટ્રેશન અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયું હતું.

એન.ડી.આર.એફના 6ઠ્ઠી બટાલિયનના અધિકારી વિકાસ સિંહના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ ખાતે ગેલેરી પ્રદર્શન અને CSSR (કોલેપ્સ્ડ સ્ટ્રક્ચર સર્ચ એન્ડ રેસ્ક્યુ) ડેમોનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમ અનુપમ, સેકન્ડ ઓફિસર-ઇન-કમાન્ડના માર્ગદર્શન હેઠળ અને ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભાટીના નેતૃત્વ હેઠળ યોજાયું હતું. 60 સભ્યોની પ્રશિક્ષિત બચાવ ટીમે વિવિધ આપત્તિ વ્યવસ્થાપન કૌશલ્યોનું અસરકારક રીતે પ્રદર્શન કર્યું હતું. ડેમો દરમિયાન, ટીમે શહેરી આપત્તિઓમાં, ખાસ કરીને ધરાશાયી થયેલા માળખાના કિસ્સામાં, શોધ અને બચાવ (CSSR) તકનીકોનું જીવંત પ્રદર્શન સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના વરિષ્ઠ મેજર જનરલ એ.કે. વર્મા, AVSM (નિવૃત્ત) અને કાકરાપાર પરમાણુ પાવર સ્ટેશનના ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના સાઇટ ડિરેક્ટર, સ્થાનિક આપત્તિ પ્રતિભાવ દળો - SDRF, ફાયર સર્વિસ, સિવિલ પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો/વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande