ભાવનગર જિલ્લામાં રહેતા આ મહિલા નારીયલના છાલા માંથી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે.
ભાવનગર,27 ફેબ્રુઆરી (હિ.સ.)હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ ઘરકામની સાથે સાથે પોતાના વ્યવસાય પણ શરૂ કરવા લાગ્યા છે ખાસ કરીને સ્વ સહાય જૂથની બહેનો સાથે જોડાઈને મહિલાઓ ખાખરા ઉદ્યો, સાબુ બનાવવા, ભરત ગુંથણ, સીવણ, ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ જેવા નાના મોટા ગૃહ
મહિલા


ભાવનગર,27 ફેબ્રુઆરી (હિ.સ.)હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ ઘરકામની સાથે સાથે પોતાના વ્યવસાય પણ શરૂ કરવા લાગ્યા છે ખાસ કરીને સ્વ સહાય જૂથની બહેનો સાથે જોડાઈને મહિલાઓ ખાખરા ઉદ્યો, સાબુ બનાવવા, ભરત ગુંથણ, સીવણ, ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ જેવા નાના મોટા ગૃહ ઉદ્યોગો પોતાના ઘરેથી જ શરૂ કરીને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે મહિલાઓને આ વ્યવસાય શરૂ કરવા માટે અનેક યોજનાઓ તેમજ સહાય પણ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ પણ મહિલાઓ લઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા બારૈયા વર્ષાબેન અલ્પેશભાઈ જેવો અગાઉ ઘરકામ કરતા હતા પરંતુ પાંચ વર્ષ પહેલા તેઓએ નારીયલના છાલા માંથી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરવા માટેની ટ્રેનિંગ મેળવી ત્યારબાદ તેઓએ આ વ્યવસાય શરૂ કર્યો આજે તેઓ અન્ય મહિલાઓને પણ આ પ્રકારની ટ્રેનીંગ આપી રહ્યા છે હાલ તેઓ અલગ અલગ પ્રકારની મૂર્તિ, ગણપતિ બાપા,ઘર સુશોભનમાં વપરાતી વસ્તુઓ જેવી વસ્તુ તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી પણ વેચાણ કરી રહ્યા છે આ વસ્તુઓની કિંમત 150 રૂપિયાથી શરૂ થઈને અલગ અલગ ભાવ રહેલા છે ઘરકામની સાથે સાથે મહિલા 10,000 રૂપિયા કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છે.

આ અંગે બારૈયા વર્ષાબેન અલ્પેશભાઈ એ જણાવ્યું કે અગાઉ હું ઘરકામ કરતી હતી પરંતુ ધીરે ધીરે મને વિચાર આવ્યો કે આપણે પણ આત્મનિર્ભર બનવું જોઈએ જેથી મેં નારિયળ ના રેસા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવાની શરૂઆત કરી આ માટે હું અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ પણ આપું છું. હાલ હવે 10 બહેનો જૂથ છે અને અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરી રહ્યા છે તેમાંથી મળતી આવકથી અમે પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છીએ. પાંચ વર્ષ પહેલા આ વ્યવસાય ની શરૂઆત કરી હતી? શરૂઆતમાં એક થી બે જેટલી વસ્તુઓ તૈયાર કરતા હતા પરંતુ આજે અનેક પ્રકારની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છીએ.

હાલ અમે નારીયલના છાલા નો ઉપયોગ કરીને રમકડા, ઘર શું શોભન માટેની વસ્તુઓ, મૂર્તિ, કુત્રિમ માળા વગેરે તૈયાર કરીએ છીએ. સામાન્ય લોકો પણ અમારી વસ્તુની ખરીદી કરી શકે તે માટે કિંમત પણ વ્યાજબી રાખવામાં આવે છે અમે જે વસ્તુઓ તૈયાર કરી રહ્યા છે તેની કિંમત 150 રૂપિયા થી શરૂ થાય છે અને 1500 રૂપિયા સુધીની મૂર્તિ પણ તૈયાર કરી રહ્યા છીએ. ઓર્ડર મુજબ વસ્તુ તૈયાર કરીએ છીએ આ ઉપરાંત જુદા જુદા શહેરો સુધી પણ અમારી અલગ અલગ વસ્તુઓનું વેચાણ થયેલું છે. જેના વેચાણ થકી અમે મહિને 10000 રૂપિયા કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande