મોરાણા ગામે ખેતરમાં પાણી મુદ્દે પ્રૌઢ પર બે શખ્સોએ કર્યો હુમલો
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના મોરાણા ગામે ખેતરના પાણીના મનદુઃખને લઈ એક પ્રૌઢ પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી અને જ્ઞાતિ પ્રત્યે અપમાની કર્યાની ફરીયાદ બગવદર પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે. પોરબંદરના સોઢાણા ગામે રહેતા અને મજુરી કામ કરતા
મોરાણા ગામે ખેતરમાં પાણી મુદ્દે પ્રૌઢ પર બે શખ્સોએ કર્યો હુમલો


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના મોરાણા ગામે ખેતરના પાણીના મનદુઃખને લઈ એક પ્રૌઢ પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી અને જ્ઞાતિ પ્રત્યે અપમાની કર્યાની ફરીયાદ બગવદર પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે. પોરબંદરના સોઢાણા ગામે રહેતા અને મજુરી કામ કરતા મસરી ઉર્ફે મદા દુદાભાઈ ખરા અને વેજા મેણંદ કારાવદરાએ મોરાણા ગામે ભાગયેથી ઘઉં પાણેત વાળાનુ કામ રાખ્યુ હોય ખેતરમા ઉંદરના દરના કારણે બાજુના ખેતરમા પાણી જતુ હોય જેના મનદુઃખને લઇ લખમણ હમીર મોઢવાડીયા અને તેમના સસરા રાણાભાઈ એ ભુંડી ગાળો આપી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો આ દરમ્યાન વેજાભાઈ વચ્ચે પડતા તેમને પણ ઈજા પહોંચાડી હતી અને મસરીભાઇને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યા હતા. આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande