
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદર ભાજપના જુદા-જુદા મંડળના પ્રભારી તરીકે અનેક આગેવાનોની નિમણૂંક થઇ છે. વિવિધ મોરચાના પ્રભારીની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી પ્રદીપભાઇ ખીમાણીના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી દ્વારા પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સંગઠનાત્મક કામગીરી કરવા માટે મંડળના પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં પોરબંદરના પ્રભારી તરીકે જેઠા ગીગા ઓડેદરા અને વનીતાબેન સોલંકી, પોરબંદર તાલુકાના પ્રભારી તરીકે કેતન દાણી અને નિમીષા જોષી, રાણાવાવ શહેરના પ્રભારી તરીકે મનીષ જેઠવા અને વિપુલ વાજા, રાણાવાવ તાલુકાના પ્રભારી તરીકે પ્રતાપ પરબત કેશવાલા અને કિરીટ બાપોદરા, કુતિયાણા શહેરના પ્રભારી તરીકે મસરી ખૂંટી તથા કુતિયાતા તાલુકાના પ્રભારી તરીકે કપીલ કોટેચા અને નિકીતા ટેવાણીની વરણી થઇ છે.
પોરબંદર શહેર ગ્રામ્યમંડળમાં ઝોન પ્રભારી તરીકે રાજેશ કરગઠીયા, કુતિયાણા શહેર ગ્રામ્યમાં પ્રવીણ ખોરાવા અને રાણાવાવ શહેર ગ્રામ્યમાં પ્રવીણ ઓડેદરાની નિમણૂંક થઈ છે એ જ રીતે પોરબંદર ભાજપ યુવા મોરચાના પ્રભારી તરીકે લકકીરાજસિંહવાળા, મહિલા મોરચાના મીતાબેન થાનકી, ઓ.બી.સી. મોરચાના ધર્મેન્દ્રસિંહ જેઠવા, કિશાન મોરચાના વિનુભાઈ ડાંગર, અનુસૂચિત મોરચાના દિનેશ ચુડાસમા અને લઘુમતિ મોરચાના પણ દિનેશ ચુડાસમાની નિમણૂંક થઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya