
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત શહેરમાં અગાઉ મોલ તેમજ એરપોર્ટ સહિતના પબ્લિક સ્થળોને ઈમેલ દવારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળ્યા બાદ હવે જ્યારે એક બાજુ સુરત શહેર સહીત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે .તેવા વાતવરણ વચ્ચે શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને અગાઉની જેમ જ ઈમેલ દવારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેંસેજ મોકલવામા આવ્યો હતો.
આ અંગે જાણ થતા જ પોલીસ સહિત તંત્ર હરકતમાં આવી ગયું હતું.જ્યારે સ્થાનિક પોલીસ કાફલો તેમજ ડોગ સ્કોડની અને બૉમ્બ ડીસ્પોઝલની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાસપોર્ટના ખૂણે ખૂણે સઘન તપાસ હાથ ધરવમાં આવી હતી.તેમજ પાસપોર્ટ ઓફિસના કેમ્પસમાં પાર્કે કરેલા વાહનો અને સ્ટાફને બહાર ખસેડવામાં આવ્યા હતા અને જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં એક તરફ સુરત સહીત રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે સુરત, ભાવનગર, અમરેલી સહિતના રાજ્યના મોટાભાગના શહેરોમાં પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું છે. તાબડતોડ બોમ્બ-ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરવાવીમાં આવી હતી.સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસનો કાફલો અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી.સાથે જ સ્ટાફને અને તેમના વાહનોને પણ કેમ્પસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.સાથે જ પોલીસ દ્વારા આ મેઈલના સ્ત્રોત અને તેની પાછળના ઈરાદા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી અફવા કે કોઈ અઘટિત ઘટનાને રોકી શકાય.ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ તાત્કાલિક પીપલોદ સ્થિત પાસપોર્ટ ઓફિસ ખાતે પહોંચી ગઈ હતી.
સુરક્ષાના ભાગરૂપે સમગ્ર બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા આધુનિક સાધનો અને ડોગ્સની મદદથી ઓફિસના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે