
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કડિયા પ્લોટ વિસ્તારમાં ખાડી કાંઠે એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફે દરોડો પડતા નયન દિલીપભાઈ સવજાણી નામના શખ્સના મકાનમાં એક બચકામાંથી વિદેશી દારૂની 21 જેટલી બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલે નયન સવજાણીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya