મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સુધારેલ અને આગામી વર્ષના બજેટ પર ચર્ચા
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં વર્ષ 2025-26 માટેના સુધારેલ બજેટ તેમજ વર્ષ 2026-27 માટેના અનુમાનિત બજેટ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યોએ હાજરી આપી વિવિધ વિ
મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સુધારેલ અને આગામી વર્ષના બજેટ પર ચર્ચા


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં વર્ષ 2025-26 માટેના સુધારેલ બજેટ તેમજ વર્ષ 2026-27 માટેના અનુમાનિત બજેટ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને સભ્યોએ હાજરી આપી વિવિધ વિકાસ કાર્યો અંગે પોતાના સૂચનો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા.

સભા દરમિયાન શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, પીવાના પાણી, માર્ગ સુવિધા અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેના ખર્ચની પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી હતી. વર્ષ 2025-26 દરમિયાન હાથ ધરાયેલા કાર્યોની સમીક્ષા સાથે આગામી વર્ષ માટે વધુ અસરકારક આયોજન પર ભાર મુકાયો હતો. સભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આધારીત સુવિધાઓ મજબૂત બનાવવાના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. જિલ્લાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી આવનારા વર્ષ માટે સંતુલિત અને જનહિતલક્ષી બજેટ તૈયાર કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande