પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ નોંધવા રજુઆત
પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે પૂર્વપ્રમુખ અને તેના મળતીયાઓએ બળજબરીથી ચેમ્બર ઓફ કોમર્સનો કબ્જો જમાવી લીધો હતો અને ત્યારબાદ આ મુદ્દો ચેરીટી કમિશ્નર સુધી પહોંચ્યો છે અને પોલીસે પણ બંનેપક્ષના સભ્યોને ચેમ્બરની ઓફિસમાં ન
ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ નોંધવા રજુઆત.


પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પોરબંદરમાં મહાશિવરાત્રિના દિવસે પૂર્વપ્રમુખ અને તેના મળતીયાઓએ બળજબરીથી ચેમ્બર ઓફ કોમર્સનો કબ્જો જમાવી લીધો હતો અને ત્યારબાદ આ મુદ્દો ચેરીટી કમિશ્નર સુધી પહોંચ્યો છે અને પોલીસે પણ બંનેપક્ષના સભ્યોને ચેમ્બરની ઓફિસમાં નહી જવાની સ્પષ્ટ સૂચના આપી છે છતાં પૂર્વપ્રમુખ દ્વારા બે વખત ચેમ્બરના લેટરપેડ ઉપર પ્રેસનોટ જાહેર કરવામાં આવી હોવાથી દસ્તાવેજો ચોરી કરીને લઇ ગયા હોવાથી આવુ બન્યુ છે તેમ જણાવીને ચેમ્બર પ્રમુખે પૂર્વપ્રમુખ સામે ફરિયાદ નોંધવા માંગ કરી છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારીયા સહિત આગેવાનોએ કમલાબાગ પોલીસ મથકના ઇન્સ્પેકટર આર.સી. કાનમીયાને લેખિત ફરિયાદ અરજી આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande