ભારતને 'સેમિકન્ડક્ટર હબ' બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્યાંક: ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા
- મહાત્મા મંદિર ખાતે આગામી 1 માર્ચે ''ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ-2026 યોજાશે -વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય આઈટીમંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિ
semiconductor hub


- મહાત્મા મંદિર ખાતે આગામી 1 માર્ચે 'ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ-2026 યોજાશે -વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીય આઈટીમંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કોન્ફરન્સમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : જ્યારે દુનિયાની સામે કોવિડ- 19 ના પડકારો ઊભા થયા અને તેને કારણે અમુક જે અગત્યના પાર્ટસ હતા એની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્વની સિસ્ટમ સેમીકન્ડક્ટર છે.

સેમીકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ હતી. આ એક મોટો પડકાર હતો, આ પડકારને એક અવસર ગણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશને સેમીકન્ડક્ટર હબ બનાવવાનું નક્કી કર્યું જેને પરિણામે આજે દેશ સેમીકન્ડક્ટર સહિતના ફિફ્થ જનરેશન સ્માર્ટ મેનુફકચુરિંગમાં દુનિયામાં નેતૃત્વ કરી રહ્યું છે.

આ બાબતે ગયા અઠવાડિયામાં વડાપ્રધાનના નેતૃત્વમાં દિલ્હીમાં ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ- 2026 યોજાઈ,જેમાં દુનિયાના અંદાજે 88 દેશોએ સાથે મળીને એ.આઈ. નો એથિકલ (નૈતિક) ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યા છે.

ગુજરાત પણ સેમીકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે દેશનું હબ બની રહ્યું છે જે સંદર્ભે અંદાજે રૂ.1.24 લાખ કરોડના પ્રોજેક્ટ બની રહ્યા છે તેમ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડીયાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.

મંત્રી મોઢવાડિયાએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. જે ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.જેના ભાગરૂપે મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આગામી 1 અને 2 માર્ચે 'ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- 2026 યોજાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈ ટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિતિ રહેશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું.

મંત્રીએ કહ્યું કે,આ મહત્વપૂર્ણ સિદ્ધિ ગુજરાતને મેમરી પેકેજિંગ અને અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે. ગુજરાત સેમીકનેક્ટ-2026નું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે. આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.

તેમણે કહ્યું કે,આ વૈશ્વિક પરિષદની ત્રીજી આવૃત્તિ SemiConnect 2024 અને 2025ની મજબૂત ગતિ પર આધારિત છે, જેણે સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનના મુખ્ય હિતધારકો-ફેબ્સ, ફાઉન્ડ્રીઝ, મુખ્ય સાધન અને સામગ્રી પુરવઠાકર્તાઓ અને અગ્રણી ડિઝાઇન ઇકોસિસ્ટમ ભાગીદારોને સફળતાપૂર્વક એકત્રિત કર્યા હતા. અગાઉની આવૃત્તિઓએ સંકલિત B2B અને B2G મીટિંગ્સ, ટેકનોલોજી પ્રદર્શન અને વિષય આધારિત સત્રો દ્વારા રોકાણ પ્રોત્સાહન, સપ્લાય ચેઇન વિકાસ, નવીનતા અને પ્રતિભા નિર્માણમાં અર્થપૂર્ણ ભાગીદારીઓ સક્ષમ બનાવી હતી.

અત્યાર સુધી 8 કરતાં વધુ દેશોમાંથી ઉદ્યોગ પ્રતિનિધિઓ,વિદેશી સંસ્થાઓ, સંશોધકો,નવીનકારો, રોકાણકારો અને વિદ્યાર્થીઓ સહિત 2500 થી વધુ નોંધણીઓ થઈ છે.

તેમણે કહ્યું કે,આ કાર્યક્રમમાં મુખ્ય રોકાણકારો ઉપસ્થિતિ પણ રહેશે, જેમાં Tata Electronicsના ડૉ.રણધીર ઠાકુર, Micron Technologyના સંજય મહેતા, CG Powerના જી.સી.ચતુર્વેદી, Kaynes Semiconના રમેશ કન્નન અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ, સાધન નિર્માતાઓ અને સપ્લાય ચેઇનનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક સંસ્થા SEMIના પ્રેસિડેન્ટ અને CEO અજય મનોચાનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં નવા રોકાણો અને કુશળતા વિકાસ પહેલ સંબંધિત જાહેરાતો કરવાની યોજના છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ ઉપરાંત 2 માર્ચે પ્રતિનિધિઓ ધોલેરા સેમિકોન સિટીનો પ્રવાસ કરશે, જ્યાં Tata Electronics અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. મુલાકાતીઓ ધોલેરાની plug-and-play ઔદ્યોગિક માળખું, વીજળી અને પાણી પ્રણાલી, લોજિસ્ટિક્સ તૈયારીઓ અને ચાલી રહેલા સેમિકન્ડક્ટર સંબંધિત વિકાસનો firsthand અનુભવ કરશે.

પરિષદને વૈશ્વિક અને રાષ્ટ્રીય જ્ઞાન ભાગીદારોનો મજબૂત સમર્થન મળ્યો છે, જેમાં SEMI, JETRO, KOTRA, India Semiconductor Mission (ISM), ELCINA, IESA, ICEA, MEDEPC અને Invest Indiaનો સમાવેશ થાય છે.

આ પરિષદમાં Yu Yoshida San (DG, JETRO, Ahmedabad), Mr. Kim (Director, KOTRA, Ahmedabad) અને Mr. Homer Chang (DG, TECC, Mumbai) ની ઉપસ્થિતિ રહેશે.ગુજરાત સેમીકનેક્ટ 2026 રાજ્યમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande