ભાવનગરના મહુવાની એસ.ઓ.એસ હોસ્પિટલમાં એમ.ડી.ની પુત્રીના જન્મદિવસ નિમિત્તે અનોખી ઉજવણી
બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા શહેરની આસરાણા ચોકડી ખાતે આવેલ એસ.ઓ.એસ હોસ્પિટલ દ્વારા સામાજિક જવાબદારીનો અનોખો દાખલો પૂરું પાડવામાં આવ્યો છે. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટરની પુત્રી ચી. યામીના જન્મદિવસ નિમિત્તે સેવા આધારિત ઉજવણીનુ
જન્મદિવસની અનોખી ઉજવણી


બોટાદ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા શહેરની આસરાણા ચોકડી ખાતે આવેલ એસ.ઓ.એસ હોસ્પિટલ દ્વારા સામાજિક જવાબદારીનો અનોખો દાખલો પૂરું પાડવામાં આવ્યો છે. હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટરની પુત્રી ચી. યામીના જન્મદિવસ નિમિત્તે સેવા આધારિત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે હોસ્પિટલ દ્વારા તમામ વિભાગોની ઓ.પી.ડી. સેવા આગામી તા. 10/03/2026 સુધી સંપૂર્ણપણે મફત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનોખી પહેલનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે અને આર્થિક રીતે નબળા વર્ગને સારવારમાં સહાય મળે તેવો છે. સામાન્ય રીતે વિવિધ વિભાગોમાં ચેકઅપ અને કન્સલ્ટેશન માટે ફી લેવામાં આવતી હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની ઓ.પી.ડી. ફી ચૂકવવી પડશે નહીં. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે.

હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મેડિસિન, સર્જરી, ગાયનેક, બાળરોગ, ઓર્થોપેડિક સહિતના તમામ વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિશુલ્ક તપાસ કરવામાં આવશે. સાથે સાથે દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને પ્રાથમિક સારવાર પણ આપવામાં આવશે. સ્થાનિક નાગરિકોમાં હોસ્પિટલની આ પહેલને લઇને ખુશી અને પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે. જન્મદિવસની ઉજવણીને સામાજિક સેવા સાથે જોડવાની આ વિચારધારા અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ રીતે ચી. યામીના જન્મદિવસને યાદગાર બનાવવા સાથે સમાજને આરોગ્ય સેવા રૂપે ભેટ આપવામાં આવી છે, જે માનવતાની સુગંધ ફેલાવતો ઉત્તમ પ્રયાસ ગણાવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande