પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વિજાપુર તાલુકાની આકસ્મિક મુલાકાત
મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મહેસાણા જિલ્લા કોર્ડિનેટર દ્વારા વિજાપુર તાલુકાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન યોજનાની અમલવારી અને પ્રગતિની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ અવસરે જિલ્
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મહેસાણા જિલ્લા કોર્ડિનેટરશ્રી દ્વારા વિજાપુર તાલુકાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન યોજનાની અમલવારી અને પ્રગતિની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા કોર્ડિનેટરશ્રીએ તાલુકા સ્તરના અધિકારીઓ અને સ્ટાફ સાથે બેઠક યોજી યોજનાની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરી હતી. ફિલ્ડમાં ચાલી રહેલા કામોની પ્રગતિ, લાભાર્થીઓને સમયસર સહાયની ચુકવણી તેમજ બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે તે મુદ્દાઓ પર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આવનારા લક્ષ્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. યોજનાના લાભાર્થીઓને રહેઠાણની સુવિધા સમયસર અને પારદર્શક રીતે મળે તે માટે તંત્ર સજાગ હોવાનું જણાવાયું હતું. આકસ્મિક મુલાકાતનો મુખ્ય હેતુ કામગીરીમાં ગતિ લાવી વધુ અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો હતો.


મહેસાણા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) : પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મહેસાણા જિલ્લા કોર્ડિનેટર દ્વારા વિજાપુર તાલુકાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન યોજનાની અમલવારી અને પ્રગતિની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા કોર્ડિનેટરએ તાલુકા સ્તરના અધિકારીઓ અને સ્ટાફ સાથે બેઠક યોજી યોજનાની અસરકારક અમલવારી અંગે ચર્ચા કરી હતી. ફિલ્ડમાં ચાલી રહેલા કામોની પ્રગતિ, લાભાર્થીઓને સમયસર સહાયની ચુકવણી તેમજ બાંધકામની ગુણવત્તા જળવાઈ રહે તે મુદ્દાઓ પર ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આવનારા લક્ષ્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

યોજનાના લાભાર્થીઓને રહેઠાણની સુવિધા સમયસર અને પારદર્શક રીતે મળે તે માટે તંત્ર સજાગ હોવાનું જણાવાયું હતું. આકસ્મિક મુલાકાતનો મુખ્ય હેતુ કામગીરીમાં ગતિ લાવી વધુ અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો હતો.

--------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande