
ડાંગ, 28 ફેબ્રુઆરી (હિ.સ.)-ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી દ્વારા જિલ્લા અદાલત હેઠળ આવેલી નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તેમજ ડાંગ જિલ્લાના આહવા, સુબીર અને વઘઇ ખાતે કાર્યરત તમામ કોર્ટોમાં તા.14 માર્ચ 2026ના શનિવારે નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ કેસો, ઇલેક્ટ્રિસિટી કેસો, નાણાં વસુલાતના કેસો, વાહન અકસ્માત વળતર કેસો, લેબર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી તથા વોટર બિલ સંબંધિત કેસો, લગ્ન સંબંધિત કેસો, જમીન સંપાદન કેસો, નોકરી સંબંધિત પગાર, ભથ્થાં અને નિવૃત્તિ લાભના કેસો, મહેસૂલ કેસો તેમજ અન્ય સિવિલ કેસો જેમ કે ભાડા, સુખાધિકાર, મનાઈ હુકમ અને વિશિષ્ટ પાલનના દાવા સહિત પ્રિ-લિટિગેશન અને ખોરાકીના કેસો રજૂ કરી શકાય છે.
વધુ માહિતી માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારીનો ફોન નંબર (02637) 243689, તાલુકા કાનૂની સેવા સમિતિ નવસારી (02637) 245494, ગણદેવી (02634) 262448, ચીખલી (02634) 232213, ખેરગામ (02634) 221413, વાંસદા (02630) 222328, વઘઇ (02631) 246540, આહવા (02631) 220286 અને સુબીર (9426572604) પર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે