નવસારી જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી, HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ
નવસારી, 28 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે અને કેન્સરના પ્રકારોમાં બીજા ક્રમે આવે છે. આ જીવલેણ રોગથી બચાવ માટે સરકાર દ્વારા 14 વર્ષની તમામ કિશોરીઓ (જેઓએ 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને ૧૫માં વર્ષમાં પ્ર
નવસારી જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી, HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ


નવસારી, 28 ફેબ્રુઆરી (હિ.સ.)-ભારતમાં મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે અને કેન્સરના પ્રકારોમાં બીજા ક્રમે આવે છે. આ જીવલેણ રોગથી બચાવ માટે સરકાર દ્વારા 14 વર્ષની તમામ કિશોરીઓ (જેઓએ 14 વર્ષ પૂર્ણ કર્યા છે અને ૧૫માં વર્ષમાં પ્રવેશ કર્યો નથી)ને માર્ગદર્શિકા મુજબ HPV રસી આપવામાં આવશે.

નવસારી જિલ્લામાં આ અભિયાન આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ અને મહિલા-બાળ વિકાસ વિભાગના સંકલનથી સુચારૂ રીતે અમલમાં મૂકવામાં આવશે. જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો, સમુદાય આરોગ્ય કેન્દ્રો, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો તેમજ જિલ્લા હોસ્પિટલ ખાતે રસી ઉપલબ્ધ રહેશે. ઉપરાંત શાળાઓ મારફતે પણ રસીકરણ કામગીરી હાથ ધરાશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વાલીઓ, શિક્ષકો અને સમાજના આગેવાનોને આ મહત્વપૂર્ણ આરોગ્ય અભિયાનમાં સહભાગી બનવા અને 14 વર્ષની કિશોરીઓને HPV રસી અપાવી સુરક્ષિત બનાવવા સહકાર આપવા અપીલ કરવામાં આવી છે, એવી માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અખબારી યાદીમાં આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande