ભાવનગર જિલ્લાની 1400 શાળાઓમાંથી બેલુર વિદ્યાલયને સક્ષમ શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
ભાવનગર ,8 ફેબ્રુઆરી (હિ.સ.)સમગ્ર શિક્ષા અભિયાન (SSA) અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત “સક્ષમ શાળા એવોર્ડ” કાર્યક્રમમાં મહુવા તાલુકાની બેલુર વિદ્યાલયને મોમેન્ટો, સન્માનપત્ર અને રૂ. 11,000 ના ચેક દ્વારા સન્માનિત કરવામાં આવી છે. અંદાજે 14
એવોર્ડ


ભાવનગર ,8 ફેબ્રુઆરી (હિ.સ.)સમગ્ર શિક્ષા અભિયાન (SSA) અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજિત “સક્ષમ શાળા એવોર્ડ” કાર્યક્રમમાં મહુવા તાલુકાની બેલુર વિદ્યાલયને મોમેન્ટો, સન્માનપત્ર અને રૂ. 11,000 ના ચેક દ્વારા સન્માનિત કરવામાં આવી છે. અંદાજે 1400થી વધુ શાળાઓના સર્વે અને વેરિફિકેશન બાદ બેલુર વિદ્યાલયની પસંદગી કરવામાં આવી છે.આ એવોર્ડ પ્રક્રિયા ખૂબ જ પારદર્શક અને કડક માપદંડો પર આધારિત હોય છે. સૌપ્રથમ સર્વ શિક્ષા અભિયાન (SSA) દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં વિગતવાર સર્વે હાથ ધરવામાં આવે છે.

સૌપ્રથમ સર્વ શિક્ષા અભિયાન (SSA) દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં વિગતવાર સર્વે હાથ ધરવામાં આવે છે. આ સર્વે દરમિયાન શાળાની શૈક્ષણિક પદ્ધતિ, શિક્ષકોનું કાર્ય, આયોજન પદ્ધતિ, વિદ્યાર્થીઓની હાજરી, પરીક્ષાનું શિડ્યૂલ અને પરીક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.ભાવનગર જિલ્લામાં કુલ અંદાજે 1400 જેટલી શાળાઓનું સર્વે અને વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તેમાં સરકારી તેમજ ખાનગી બંને પ્રકારની શાળાઓનો સમાવેશ થતો હતો. વિવિધ પેરામિટરના આધારે કેટલીક શાળાઓને એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી.

સમગ્ર જિલ્લામાંથી ખાનગી શાળા તરીકે માત્ર બેલુર વિદ્યાલયને જ આ પ્રતિષ્ઠિત સક્ષમ શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.એવોર્ડ માટેના માપદંડોમાં માત્ર શૈક્ષણિક પરિણામ જ નહીં પરંતુ શાળાની સર્વાંગી કામગીરીને મહત્વ આપવામાં આવે છે. શાળાની સ્વચ્છતા અને સ્વસ્થતા, વિદ્યાર્થીઓમાં વર્તન, શિસ્ત, સંસ્કારનું ઘડતર, સહપાઠ્ય પ્રવૃત્તિઓ, તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સકારાત્મક સંબંધ જેવી બાબતોનું વિશેષ નિરીક્ષણ કરવામાં આવે છે.બાળકોમાં રાષ્ટ્રીય મૂલ્યો, નૈતિકતા અને જવાબદારીની ભાવના વિકસાવવામાં શાળાનો કેટલો ફાળો છે તે પણ નોંધવામાં આવે છે.

બેલુર વિદ્યાલય જે ખાનગી શાળા હોવાછતાં પોતાના સતત પ્રયત્નો, ગુણવત્તાસભર શિક્ષણ અને શિસ્તબદ્ધ વાતાવરણ દ્વારા સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ ઉભી કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande