મહુવા શહેરમાં રહેતા મહિલા વેસ્ટ કાપડ માંથી પર્સ, થેલી વગેરે વસ્તુ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે.
ભાવનગર, 8 ફેબ્રુઆરી (હિ.સ.)આજના આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. મહિલાઓ અલગ અલગ વ્યવસાય શરૂ કરીને સ્વરોજગાર તરફ આગળ વધી રહી છે.ઘણી મહિલાઓ ખાદ્ય ઉદ્યોગ સાથે જોડાઈ પાપડ, અથાણા, મસાલા, ઘરેલું નાસ્તા વગેરે તૈયાર કરી વેચાણ કરી રહ્ય
મહિલા


કાપડ


ભાવનગર, 8 ફેબ્રુઆરી (હિ.સ.)આજના આધુનિક સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. મહિલાઓ અલગ અલગ વ્યવસાય શરૂ કરીને સ્વરોજગાર તરફ આગળ વધી રહી છે.ઘણી મહિલાઓ ખાદ્ય ઉદ્યોગ સાથે જોડાઈ પાપડ, અથાણા, મસાલા, ઘરેલું નાસ્તા વગેરે તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે.કેટલીક મહિલાઓ વિશેષ કરીને વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની વેચાણ કરતા હોય છે જેમાં જૂના કપડાંમાંથી ડિઝાઇનર બેગ,વપરાઈ ગયેલી બોટલમાંથી શોભાના પીસ, પેપર ક્રાફ્ટથી ગિફ્ટ આઈટમ વગેરે તૈયાર કરી વેચાણ કરી સારીએવી આવક મેળવી રહ્યા છે.

મહુવા શહેરમાં રહેતા દક્ષાબેન ડોળાસિયા જેઓ અલગ ઘર કામ કરતા હતા પરંતુ નાનાપણથી જ સિલાઈ કામ કરવાનો શોખ ધરાવતા હતા. જેથી શીલય કામ શરૂ કર્યું.દરેક ડ્રેસ અથવા ચણીયા-ચોળી બનાવતી વખતે ઘણું કાપડ વેસ્ટ રૂપે બચી જતું હતું. આ કાપડ મોટાભાગે ઉપયોગમાં આવતું ન હતું.દક્ષાબેનને લાગ્યું કે જો આ વેસ્ટ કાપડનો યોગ્ય ઉપયોગ થાય તો તેમાંથી પણ અલગ અલગ વસ્તુ તૈયાર કરી આવક મેળવી શકીએ છીએ જેથી આ મહિલા કાપડની વિવિધ ડિઝાઇન સાથે થેલીઓ, શોપિંગ બેગ, પગ લૂછણીયા અને અન્ય ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ તૈયાર કરે છે. ખાસ કરીને 100 રૂપિયાથી શરૂ થતા પગ લૂછણીયા ગ્રાહકોમાં લોકપ્રિય બન્યા છે. તેમની બનાવટ મજબૂત, ધોઈ શકાય તેવી અને આકર્ષક હોય છે, જેથી લોકો તેને રોજિંદા ઉપયોગ માટે પસંદ કરે છે.

આ અંગે મહુવા શહેરમાં રહેતા દક્ષાબેન ડોળાસિયાએ જણાવ્યું કે, અગાઉ હું ઘરકામ કરતી હતી અને નાનપણથી જ સિલાઈ નું કામ કરતી હતી પરંતુ ધીરે-ધીરે મેં સીવણ કરવાનો વ્યવસાય શરૂ કર્યો છે હાલ હું ડ્રેસ, ચણીયા ચોળી વગેરે અલગ અલગ વસ્તુઓ સીવીને તૈયાર કરી રહી છું. પરંતુ સિલાઈ કરતા કરતા ઘણું કાપડ વેસ્ટ નીકળતું હોય છે જેથી તે કાપડનો કંઈક ઉપયોગ કરવાનો મને વિચાર આવ્યો. જેથી મેં ધીરે ધીરે તેમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરી જે કાપડ વેસ્ટ જતું હતું તે કાપડનો ઉપયોગ કરીને પર્સ તૈયાર કર્યું અને તેનું વેચાણ કરતા લોકોને પણ ખૂબ પસંદ આવ્યો અને મને પણ ખૂબ સારું લાગ્યું.

ધીરે ધીરે આ પ્રકારે વધેલા કાપડમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ તૈયાર કરવાની મેં શરૂઆત કરી વર્ષથી શરૂ કરીને આજે હું કાપડની અલગ અલગ ડિઝાઇન સાથેની થેલીઓ, થેલા, પગલુછણીયા વગેરે તમામ વસ્તુ હું જાતે જ તૈયાર કરું છું. પર્સનો ભાવ 50 રૂપિયા થી શરૂ થાય છે જ્યારે પગ લૂછણીયા નો ભાવ 100 રૂપિયા થી શરૂ થાય છે આ વેસ્ટ કાપડનો ઉપયોગ કરીને જે હું વસ્તુઓ તૈયાર કરી રહી છું તેનાથી મને સિલાઈ કામની સાથે સાથે સારી એવી આવક મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande