
પાટણ, 10 માર્ચ (હિ.સ.)હારીજથી અંબાજી ભાદરવી પૂનમે જતાં પગપાળા સંઘને 51મા વર્ષે માતાજીનો નવીન રથ અર્પણ કરવામાં આવ્યો છે. આ રથ હારીજના જલિયાણ ગ્રુપ દ્વારા 2.15 લાખ રૂપિયાના દાનથી તૈયાર કરાયો છે, જ્યારે બાકીના 30 હજાર રૂપિયા મંડળ દ્વારા ખર્ચવામાં આવ્યા હતા. આ રીતે રથ બનાવવાનો કુલ ખર્ચ 2.45 લાખ રૂપિયા થયો હતો.
નવીન રથ તૈયાર થઈ આવતા અંબાજી પગપાળા સંઘના મુખ્ય સંયોજક ગોવિંદભાઈ ઠકકર (ફુટવાળા), કલામાં આનંદ ગરબા મંડળ, મહિલા મંડળો, ભક્ત મંડળો અને જલિયાણ ગ્રુપ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આરતી-આરાધના કરી રથના વધામણાં કરીને તેને સંઘને અર્પણ કરવામાં આવ્યો હતો.
આવનારી ભાદરવી પૂનમે શ્રદ્ધાળુઓ આ નવા રથ સાથે 51મા વર્ષે પગપાળા અંબાજી જઈ માતાજીના દર્શન કરશે. છેલ્લા 50 વર્ષથી આ સંઘ અંબાજી યાત્રા કરે છે, જેમાં ગોવિંદભાઈ ખુશાલભાઈ ઠકકર (ફુટવાળા) છેલ્લા 36 વર્ષથી માતાજીના રથ સાથે પગપાળા યાત્રા કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ