
સોમનાથ, 16 માર્ચ (હિ.સ.) વેરાવળમાં રૂ. 2.35 કરોડના ખર્ચે નવનિર્મિત ડો. આંબેડકર પાર્ક જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે
વેરાવળ પાટણ નગરપાલિકાના પાલિકા પ્રમુખ પલ્લવી જાની સહિત આગેવાનોના હસ્તે પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ
બાળકો માટે ટોય ટ્રેન, હીંચકા અને રમતગમતના સાધનો આ પાર્ટમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.આકર્ષક ફાઉન્ટેન, સેલ્ફી પોઈન્ટ અને આધુનિક કસરત સાધનોની સુવિધા ઓ પણ ફૂડ કોર્ટ, હાઇમાસ્ટ લાઇટ અને 35 CCTV કેમેરાથી સજ્જ બન્યો પાર્ક નવી સુવિધાઓથી વેરાવળના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ