ડૉ. અજય રાવલને “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – 2025” એનાયત
ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત “એ.આઈ. ટેક્નોલોજી – ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?” વિષયક રાષ્ટ્રીય પરિસંવાદ રવિવારના રોજ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર
અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત “એ.આઈ. ટેક્નોલોજી – ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?” વિષયક રાષ્ટ્રીય પરિસંવાદ રવિવારના રોજ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર શિક્ષણવિદોને વિવિધ સન્માનો અને પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર નિવાસી તેમજ એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે Assistant Professor તરીકે કાર્યરત ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કરવા બદલ “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – 2025” એનાયત કરવામાં આવ્યું હતું. આ પારિતોષિક તેમને કાર્યક્રમના પ્રતિષ્ઠિત મહાનુભાવો પદ્મશ્રી રતિલાલ બોરીસાગર, પ્રખ્યાત પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણવિદ ડૉ. મફતલાલ પટેલ વગેરે મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.

ડૉ. અજય રાવલનું પીએચ.ડી. સંશોધન કાર્ય “ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની આધ્યાત્મિક બુદ્ધિ અને આત્મ ગૌરવનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ” વિષય પર આધારિત છે. આ સંશોધન કાર્ય પ્રો. ડૉ. વીણાબેન પટેલ, ડીન, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, કડી સર્વ વિશ્વવિદ્યાલયના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં દેશભરના શિક્ષણવિદો, સંશોધકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. અજય રાવલને મળેલું આ ગૌરવપૂર્ણ સન્માન તેમના શૈક્ષણિક સંશોધન અને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન માટે મહત્ત્વપૂર્ણ પુરસ્કાર ગણાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande