મહેસાણા મનપાનો અનોખો નિર્ણય: હવે 5 રૂપિયામાં 20 લિટર ORS યુક્ત ઠંડુ પાણી મળશે
મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાએ નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરમાં કાર્યરત મિનરલ વોટર પ્લાન્ટ પર સામાન્ય પાણીના બદલે ORS મિશ્રિત ઠંડુ અ
મહેસાણા મનપાનો અનોખો નિર્ણય: હવે 5 રૂપિયામાં 20 લિટર ORS યુક્ત ઠંડુ પાણી મળશે


મહેસાણા, 10 માર્ચ (હિ.સ.) રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મહેસાણા મહાનગરપાલિકાએ નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરમાં કાર્યરત મિનરલ વોટર પ્લાન્ટ પર સામાન્ય પાણીના બદલે ORS મિશ્રિત ઠંડુ અને સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ શહેરના પાંચ મુખ્ય વિસ્તારો અને ચાર રસ્તાઓ પર મિનરલ વોટર પ્લાન્ટ કાર્યરત છે. આગામી એક મહિનામાં શહેરમાં વધુ 6 નવા મિનરલ વોટર પ્લાન્ટ સ્થાપિત કરવાની પણ યોજના છે. આ તમામ કેન્દ્રો પર નાગરિકોને માત્ર 1 રૂપિયામાં 1 લિટર અને 5 રૂપિયામાં 20 લિટર ORS યુક્ત ઠંડુ પાણી ઉપલબ્ધ રહેશે.

ઉનાળાની ગરમીમાં શરીરમાં પાણીની કમી અને ડીહાઇડ્રેશન જેવી સમસ્યાઓ વધતી હોય છે. તેવા સમયમાં ORS મિશ્રિત પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે અને લૂ લાગવા જેવા જોખમમાં ઘટાડો થાય છે. મનપાના આ નવા પ્રયોગથી ખાસ કરીને રાહદારીઓ, શ્રમિકો અને નોકરીયાત વર્ગને ગરમીમાં મોટી રાહત મળશે.

મહેસાણા મહાનગરપાલિકાની આ પહેલથી શહેરના નાગરિકોને સ્વચ્છ, ઠંડુ અને આરોગ્યદાયક પાણી સરળતાથી ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande