સુપ્રીમ કોર્ટે, લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને આગોતરા જામીન આપ્યા
નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.): સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચે પહેલગામ આતંકવાદી હુમલા અંગેની વિવાદાસ્પદ પોસ્ટના સંદર્ભમાં લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને આગોતરા જામીન આપ્યા છે. કોર્ટે તેમને તપાસમાં સહયોગ આપવાનો પણ નિર્દેશ
કોર્ટ


નવી દિલ્હી, 10 માર્ચ (હિ.સ.): સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.કે. મહેશ્વરીની આગેવાની હેઠળની બેન્ચે પહેલગામ આતંકવાદી હુમલા અંગેની વિવાદાસ્પદ પોસ્ટના સંદર્ભમાં લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને આગોતરા જામીન આપ્યા છે. કોર્ટે તેમને તપાસમાં સહયોગ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

નેહા સિંહ રાઠોડે પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદ, ઉત્તર પ્રદેશમાં તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પોતાની પોસ્ટમાં વડા પ્રધાન અને ગૃહમંત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ, તેમના વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 196, 197, 152, 353 અને માહિતી ટેકનોલોજી કાયદાની કલમ 69A હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. રાઠોડે આ એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/વીરેન્દ્ર સિંહ/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande