સુરત એરપોર્ટ દ્વારા આયોજીત “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ – સીઝન-2 ” નું પોલીસ કમિશનરના હસ્તે ભવ્ય શુભારંભ
સુરત, 10 માર્ચ (હિ.સ.) સુરત શહેરના વિવિધ સરકારી અને સુરક્ષા વિભાગો વચ્ચે એકતા અને ખેલદિલીની ભાવના કેળવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળ સુરત એરપોર્ટ દ્વારા કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ – સીઝ
Surat


સુરત, 10 માર્ચ (હિ.સ.) સુરત શહેરના વિવિધ સરકારી અને સુરક્ષા વિભાગો વચ્ચે એકતા અને ખેલદિલીની ભાવના કેળવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા બળ સુરત એરપોર્ટ દ્વારા કરણી માતા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે “વંદે માતરમ્ CISF ક્રિકેટ પ્રીમિયર લીગ – સીઝન-2”નો શુભારંભ થયો હતો.

આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સુરતની વિવિધ એજન્સીઓ વચ્ચેના આંતર-વિભાગીય સંકલન અને રમતગમત દ્વારા સ્વાસ્થ્ય જાળવવાના પ્રયાસની સરાહના કરી હતી.

આ ટુર્નામેન્ટમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ, જિલ્લા કલેકટર કચેરી, એરપોર્ટ ઓથોરિટી, કસ્ટમ્સ, જી.એસ.ટી., ટ્રાફિક પોલીસ, ઓ.એન.જી.સી. કવાસ સી.આઈ.એસ.એફ.યુનિટ, ક્રિભકો, બેંકિંગ અને વિવિધ એરલાઇન્સ સહિત કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. તા.10 થી તા.30 માર્ચ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનો હેતું વિવિધ એજન્સીઓ વચ્ચે પરસ્પર સહયોગ, ટીમ ભાવના અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાનો છે.

ટુર્નામેન્ટના પ્રથમ દિવસે ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ મેચ સવારે 08:30 કલાકે રમાઈ હતી. આગામી 20 દિવસ સુધી ચાલનારી આ લીગ મેચો સુરતની વિવિધ સરકારી એજન્સીઓ વચ્ચે એકતાનું પ્રતીક બની રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande