


પોરબંદર, 11 માર્ચ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ તાલુકાના ભોદ ગામની સીમ વિસ્તારમાં આગની ઘટના બની હતી ઝાડી ઝાખરા તેમજ ફોરસ્ટ વિભાગના એરીયામા આગ લાગી હતી જેના પગલે પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરતા તે તાત્કાલીક પહોંચી ગયુ હતુ અને આગને કાબુમા કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.ભોદ સીમ વિસ્તારમાં આજે સવારના સમયે ઝાડી ઝાંખરા તેમજ ફોરસ્ટેના એરીયામા આગ લાગી હતી આ બનાવની જાણ થતા ગામના સરપંચ અને તલાટીએ પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરતા બે ફાયર ફાયટરો તાત્કલીક દોડી ગયુ હતુ અને પાણીનો મારો ચલાવી આગને કાબુમા કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya