દાંતા તાલુકામાં ખેલાયો ખૂની ખેલ : એકનું મોત, બે ને ગંભીર ઇજાઓ
પિતાનું થયું મોતને બે દીકરાઓને ગંભીર જવા પહોંચી અંબાજી, 11 માર્ચ (હિ.સ.) : દાંતા તાલુકાના ધરેડા ગામે દોઢથી બે વર્ષ અગાઉ આરોપીના ભાઈનું કોઈ કારણસર મોત નીપજ્યું હતું તેના આક્ષેપો સામેના પક્ષે કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ કેસ પણ નોંધાયો હતો પણ તેમા
DANTA LTALUKA MA HATYA NI GHATNA


DANTA LTALUKA MA HATYA NI GHATNA


DANTA LTALUKA MA HATYA NI GHATNA


DANTA LTALUKA MA HATYA NI GHATNA


પિતાનું થયું મોતને બે દીકરાઓને ગંભીર જવા પહોંચી

અંબાજી, 11 માર્ચ (હિ.સ.) : દાંતા તાલુકાના ધરેડા ગામે દોઢથી બે વર્ષ અગાઉ આરોપીના ભાઈનું કોઈ કારણસર મોત નીપજ્યું હતું તેના આક્ષેપો સામેના પક્ષે કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસ કેસ પણ નોંધાયો હતો પણ તેમાં સામા વાળા લોકો નિર્દેશ છુટ્યા હતા પણ આરોપીની નજરોમાં તેઓ ગુનેગાર જ બની ગયા હોય તેમ દોઢ વર્ષ બાદ ફરી ભાઈના મોતની યાદ આવી અને રાત્રિના સમયે રચી નાખ્યો ખુની ખેલ. છ વ્યક્તિઓ સામેવાળાના ઘરે જઈ ધાંધલ ધમાલ કરી મારામારી કરીને છરી ચલાવી જેના ઉપર આક્ષેપ કરાયો હતો તેના શરીર ઉપર છરી ના ઘા મારી ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું. તેના બે દીકરાઓને પણ માર મારી ગંભીર ઇજા પહોંચાડી અને ઘાયલ કરી દીધા અને ફરાર થઈ ગયા ત્યાં લોકોએ 108 ને બોલાવતા 108 ની સાયરન ગુંજી ઉઠી અને ઈજા ગ્રસ્તોને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા અને તેની સારવાર આપવામાં આવી જેમાં બંને ઇજાગ્રસ્ત દીકરાના પિતા ભીમાભાઇનો મોત તથા તેની લાશને પણ પોસ્ટમોર્ટમ માટે દાંતા સીએસસી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને આ સમગ્ર ઘટના મામલે દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જ્યાં દાંતા ડિવિઝનના dysp ની રાહબારી હેઠળ lcb અને sog પોલીસ ને સ્થાનિક પીઆઇ ને સમગ્ર ઘટના બાબતની તપાસ સોંપવામાં આવી.

આ ઘટનાના કામે કુલ છ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેમાં આરોપીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી ને ગણતરીના કલાકોમાં માં બે આરોપીઓની ધરપકડ કરી લેવાયા અને બે આરોપીઓનો જેલ ભેગા કરી દેવાયા. આ ખૂની ખેલની ઘટનામાં બે આરોપીઓને ધર દબોચી લેવાયા જેમાં ચાર આરોપી હજી ફરાર છે. તેની સઘન શોધ ખોળ દાંતા પોલીસ ચલાવી રહી છે, ભોગ બનનારે જણાવ્યું કે આ આરોપીઓના ભાઈનું મોત નિપજ્યું હતું જેમાં અમે નિર્દોષ છીએ છતાં અમારા સાથે અદાવત રાખી અમારા ઉપર હુમલો કરી આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું મુકેશ પરમાર ભોગ બનનાર એ જણાવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande