સિદ્ધપુર ભાજપ યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર
પાટણ, 11 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરીને સિદ્ધપુર શહેર ભાજપ યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. હિતાર્થકુમાર યોગેશકુમાર શુક્લને સિદ્ધપુર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્
સિદ્ધપુર ભાજપ યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર


સિદ્ધપુર ભાજપ યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર


પાટણ, 11 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરીને સિદ્ધપુર શહેર ભાજપ યુવા મોરચામાં નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. હિતાર્થકુમાર યોગેશકુમાર શુક્લને સિદ્ધપુર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

આ નિમણૂકો પાટણ જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ સિંધવ દ્વારા પૂર્વ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવી હતી. સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે.

પ્રમુખ ઉપરાંત રુચિકકુમાર રાવલ અને પાર્થકુમાર કિરણકુમાર ઠાકોરને મહામંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે યોગેશકુમાર નારાયણભાઈ નાયીને પાટણ જિલ્લા યુવા મોરચા સોશિયલ મીડિયા સહ-ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. પક્ષના આગેવાનો અને કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande