
વડોદરા,12 માર્ચ (હિ.સ.) વડોદરા જિલ્લા સરકારી શાળામાં ફરજ બજવતા મુખ્ય શિક્ષક જે લાંબાગાળાથી એચ ટાટના હુકમની રાહ જોતા હતા. જેઓ 2012,2014,2016 અને 2018માં મુખ્ય શિક્ષક તરીકે ભરતી થયા હતા. આ તમામ મુખ્ય શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએમ. આર.પાંડેના પ્રયાસોથી આ તમામ મુખ્ય શિક્ષકોને જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી આજરોજ આદેશ હુકમ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 161 શિક્ષકોને લાંબાગાળાનો પ્રશ્ન હલ થતા હુકમપત્રો એનાયત કરવામાં આવ્યો હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ