ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે સાંજે મોટી બેઠક યોજશે
નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ, આજે સાંજે પશ્ચિમ બંગાળ અને કેરળમાં વિધાનસભા ચૂંટણીઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને મળશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં પશ્ચિમ બંગાળ અન
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 12 માર્ચ (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ, આજે સાંજે પશ્ચિમ બંગાળ અને કેરળમાં વિધાનસભા ચૂંટણીઓ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને મળશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં પશ્ચિમ બંગાળ અને કેરળ વિધાનસભા ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી, ભાજપ પ્રમુખ નીતિન નવીન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સમિતિના સભ્યો તરીકે બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં ચૂંટણી રણનીતિ અને ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ ચર્ચા થવાની ધારણા છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande