જામનગર સીટી એ-ડિવિઝન પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી
જામનગર, 12 માર્ચ (હિ.સ.) : રાજકોટ રેન્જના આઇ.જી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. ત્યારે તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમકે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, રાજકોટ
વાહન ચેકીંગ


જામનગર, 12 માર્ચ (હિ.સ.) :

રાજકોટ રેન્જના આઇ.જી તરીકે નિર્લિપ્ત રાયને મુકવામાં આવ્યા છે. ત્યારે તેઓએ ચાર્જ સંભાળતાની સાથે જ પૂરા એક્શન મોડમાં આવી ગયા છે. રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જેમકે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, રાજકોટ ગ્રામ્ય વિભાગના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર, સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું અને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને દેવભૂમિ-દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક જયવીરસિંહ વાળા સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પાંચેય જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગુના નિયંત્રણ અને ખાસ કરીને દરિયાકાંઠાની સુરક્ષા તેમજ ઔધોગિક વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહે અને કર્મચારીઓને ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવા અને ગુનેગારોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી હતી.

જે સૂચનાના અનુસંધાને જામનગર શહેર-જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને ટ્રાફિક ડ્રાઇવ કરવાનો હુકમ આપ્યો હતો. જેને અનુલક્ષીને શહેરમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ટ્રાફિક નાઇટ દરમ્યાન શહેર જિલ્લાના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સંખ્યાબંધ લોકો પાસેથી ઓનલાઇન દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande