અંબાજીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર વગર 30 થી 40 હોટલો શું બંધ થશે..?? મંદિર ટ્રસ્ટનું નિશુલ્ક ભોજનાલય પાસે ગેસનું પૂરતો જથ્થો, ગેસ એજન્સી દ્વારા કોમર્શિયલ સિલેન્ડર આપવાનું બંધ કરાયું
અંબાજી, 13 માર્ચ (હિ.સ.) હાલ તબક્કે ચાલી રહેલાં વિદેશી યુદ્ધ ના કારણે ભારત દેશ માં રાંધણ ગેસ ની અછત વર્તાય તેવી પરીસ્થીતી નિર્માણ થવા જઇ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી માં રોજીંદા હજારો શ્રધ્ધાળુંઓ આવતા હોય છે ને તેમને બન્ને ટાઇમ નિશુંલ્ક ભરપેટ ભોજ
AMBAJI MA GES NI ACHAT HOTLO UPAR ASAR


AMBAJI MA GES NI ACHAT HOTLO UPAR ASAR


AMBAJI MA GES NI ACHAT HOTLO UPAR ASAR


AMBAJI MA GES NI ACHAT HOTLO UPAR ASAR


અંબાજી, 13 માર્ચ (હિ.સ.) હાલ તબક્કે ચાલી રહેલાં વિદેશી યુદ્ધ ના કારણે ભારત દેશ માં રાંધણ ગેસ ની અછત વર્તાય તેવી પરીસ્થીતી નિર્માણ થવા જઇ રહી છે ત્યારે યાત્રાધામ અંબાજી માં રોજીંદા હજારો શ્રધ્ધાળુંઓ આવતા હોય છે ને તેમને બન્ને ટાઇમ નિશુંલ્ક ભરપેટ ભોજન આપવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યુ છે. જ્યાં ડોમેસ્ટીક રાધન ગેસ થી તમામ રસોઇ તૈયાર કરાય છે. ત્યારે રાજ્ય માં ગેસ ની અછત ના કારણે કેટલાંક સીરામીક ઉદ્યોગો સાથે અનેક શહેરો માં હોટલો પણ બંધ થવા ના આરે છે. ત્યારે યાત્રાધામ અંબાજી માં પણ તેની અસર જોવા મળી રહી છે. હાલ તબક્કે મંદિર ટ્રસ્ટ સંચાલીત નિશુંલ્ક અન્નક્ષેત્ર માં રોજ ના 5000 ઉપરાંત યાત્રીકો ભરપેટ ભોજન કરી રહ્યા છે. ને આ તમામ રસોઇ હાલ તબક્કે ડોમેસ્ટીર ગેસ ઉપર રાંધવામાં આવે છે. ત્યારે આ અન્નક્ષેત્ર ના મેનેજર ને ગેસ ની અછત મામલે જાણકારી મેળવતા તેમને જણાવ્યુ હતુ કે હાલ પુરતો હમારી પાસે ગેસ નો પુરતો જથ્થો છે. ને અગાઉ પણ મંદિર ટ્રસ્ટ તેની વ્યવસ્થા કરશે છતાં જો ગેસ ની અછત આવશે તો લાકડાં ના ચુલા બનાવી ભટ્ઠા ઉપર રસોઇ રાંધી ને પણ યાત્રીકો ને નિશુંલ્ક ભોજન પીરસવામાં આવશે. જોકે આ ગેસ મામલે ગેસ એજન્સી ના માલીકે ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે જે રીતે સોસીયલ મીડીયા માં ગેસ ની અછત જેટલી અછત અને બુમરાડ બતાવવામાં આવી રહી છે તે તદ્દન ખોટી છે ને હાલ માં પુરતો સ્ટોક છે. જે 21 દિવસે બુકીંગ કરાતુ હતુ તેના બદલે હવે પાંચ દિવસ લંબાવી 25 દિવસે બુકીંગ નો નિયમ લાગુ કરાયો છે અને હાલમાં કોઇ ના ચુલા બંધ ના રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ને હાલ માં આ પરીસ્થીતી ને દ્યાન માં લેતાં સરકાર દ્વારા કોમર્સીયલ ગેસ ના વેંચાણ ઉપર પ્રતીબંધ લાદવામાં આવ્યો છે જેથી હોટલ રેસ્ટોરંટો માં વપરાતાં કોમર્સીયલ ગેસ આપવાનું બંધ કરાયુ હોવાની અક્ષય મિશ્રા(ગેસ એજન્સી માલીક) અંબાજીએ જણાવ્યું હતું જોકે કોમર્સીયલ ગેસ આપવાનું બંધ કરાતાં અંબાજી ની 30 થી 40 જેટલી હોટલો ઉપર સીધી અસર જોવા મળી રહી છે. અને જો કોમર્સીયલ ગેસ નહીં મળે તો આ તમામ રેસ્ટોરંટો ને હોટલો બંધ કરવાની ફરજ પડશે જોકે હાલ માં જેટલો જથ્થો છે તેટલાં દિવસ હોટલો ચાલશે. અને ત્યાર બાદ અન્ય કોઇ ઇલેકટ્રીક સગડી કે લાકડા ના ભટ્ઠા ની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી હોટલો બંધ રહી શકે છે.હાલ માં જે રીતે હોસ્પીટલ કે સરકારી સંસ્થાઓમાં કોમર્સીયલ ગેસ આપવાની વાત થઇ રહી છે ત્યારે અંબાજી માં આવતા હજ્જારો યાત્રીકો ને જમવા માટે તકલીફ ના પડે તેને લઇ કોમર્સીયલ ગેસ ની આવશ્યક ગણાવી અંબાજી માં હોટલો ને કોમર્સીયલ ગેસ પુરો પાડવા માંગ કરાઇ રહી છે.જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર એ પણ જિલ્લામાં ત્રણ કંપની ની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી ગેસ ની તકલીફ ન પડે અને સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા એ જણાવ્યું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande