




પોરબંદર, 14 માર્ચ (હિ.સ.)હિટ વેવ એક્શન પ્લાન અતંર્ગત મેડિકલ ઈમરજન્સી ટીમ 108 ના સહયોગ થી આજ રોજ પોરબંદર એસ.ટી. ડેપો ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.હાલની કાળઝાળ ગરમીની પરિસ્થિતિ માં પણ અવિરત ફરજો બજાવતા કર્મચારીઓ નું આરોગ્ય તંદુરસ્ત રહે તે હેતુસર આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતુ. જુનાગઢ વિભાગીય યાંત્રિક ઈજનેર વરમોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પમાં પોરબંદર ડેપોના ડ્રાઈવરો,કંડકટરો અને વર્કશોપના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના આરોગ્યની ચકાસણી કરાવેલ હતી અને ઉપસ્થિત ડોક્ટર પાસેથી પોતાના આરોગ્ય વિશે સુચનો મેળવ્યા હતા.
આ તકે પોરબંદર એસ.ટી. ડેપો મેનેજર પી.બી મકવાણા એ કર્મચારીઓને હાલના સખત ગરમી ના વાતાવરણ માં પોતાના આરોગ્યની સંભાળ રાખીને ફરજો બજાવવા અનુરોધ કરેલ તેમજ સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા મેડિકલ ઈમરજન્સી ટીમ 108 નો આભાર વ્યકત કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya