
ગુવાહાટી, નવી દિલ્હી,15 માર્ચ (હિ.સ.)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આસામની બે દિવસીય મુલાકાત બાદ, કેન્દ્રીય ગૃહ
અને સહકાર મંત્રી અમિત શાહ પણ શનિવારે રાત્રે બે દિવસીય મુલાકાત માટે ગુવાહાટી
પહોંચ્યા. આજે, કેન્દ્રીય મંત્રી
શાહ પ્રાગજ્યોતિષ મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ, તેઓ બપોરે 1:30 વાગ્યે સીધા ખાનાપારા
જશે, જ્યાં તેઓ
યુવા શક્તિ સમારોહ માં ભાગ લેશે અને આસામના હજારો યુવાનો અને મહિલાઓને
સંબોધિત કરશે અને પ્રેરણા આપશે.
રાજ્યની વિધાનસભા ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે
છે, તેથી રાષ્ટ્રીય
નેતાઓની વારંવારની મુલાકાતોએ આસામમાં ચૂંટણીનો ગરમાવો પેદા થઇ રહ્યો છે. કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ, આજે વિકાસ અને રાષ્ટ્રીય પ્રગતિનો સંદેશ લઈને આસામ પહોંચ્યા.
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ શાહની આસામ મુલાકાતને સફળ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ
કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુવાહાટીના ખાનાપરામાં કોલેજ ઓફ
વેટરનરી સાયન્સના રમતના મેદાનમાં યોજાનાર યુવા શક્તિ સમારોહ (યુવા
શક્તિ મહોત્સવ)માં હાજરી આપશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા યુવા મોરચા (બીજેવાયએમ), આસામ પ્રદેશ
દ્વારા કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક મેળાવડા દરમિયાન, ગૃહમંત્રી
રાજ્યભરના 1.5 લાખથી વધુ
યુવાનોને સંબોધિત કરશે અને તેમને આસામની વિકાસ યાત્રામાં પરિવર્તનશીલ ભૂમિકા ભજવવા
માટે પ્રેરણા આપશે. તેજસ્વી સૂર્યા સાથે, આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્મા અને રાજ્ય ભાજપ
પ્રમુખ અને સાંસદ દિલીપ સૈકિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ