અંત્યોદય’ અને ‘ગરીબ કલ્યાણ’ના મંત્ર સાથે છેવાડાના માનવીની અન્ન સુરક્ષા માટે સરકાર સંકલ્પબદ્ધ-અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી
- રાજ્યના અનાજ વિતરણમાં આધુનિક ટેક્નોલોજીનો નવો યુગ: CBDC ડિજિટલ ફૂડ કૂપન અને ‘અન્નપૂર્તિ’ ગ્રેઈન ATMનો કાર્યરત - રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય: શ્રીઅન્ન-મિલેટ્સની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ ના બોનસની જોગવાઈ ગાંધીનગર, 16 માર્ચ (હિ
CBDC ડિજિટલ ફૂડ કૂપન અને ‘અન્નપૂર્તિ ગ્રેઈન ATMનો કાર્યરત


- રાજ્યના અનાજ વિતરણમાં આધુનિક ટેક્નોલોજીનો નવો યુગ: CBDC ડિજિટલ ફૂડ કૂપન અને ‘અન્નપૂર્તિ’ ગ્રેઈન ATMનો કાર્યરત

- રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય: શ્રીઅન્ન-મિલેટ્સની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ ના બોનસની જોગવાઈ

ગાંધીનગર, 16 માર્ચ (હિ.સ.) : અંત્યોદય’ અને ‘ગરીબ કલ્યાણ’ના મંત્ર સાથે રાજ્યમાં છેવાડાના માનવીની અન્ન સુરક્ષા માટે સરકાર સંકલ્પબદ્ધ છે. ગુજરાતના વર્ષ 2026-27ના બજેટમાં આ વિભાગ માટે કુલ 2856 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. જે રાજ્ય સરકારની ગરીબો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.ગરીબ કલ્યાણ’ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો માત્ર એજન્ડા નહીં, પરંતુ મંત્ર છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ના સપનાને સાકાર કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે તેમ,અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકીએ વિભાગની નવી જોગવાઇઓ અંગે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું.

આ પ્રસંગે અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા રાજ્ય મંત્રી પી.સી.બરંડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે,રાજ્યના નાગરિકોને અન્ન સુરક્ષા અને પોષણક્ષમ આહાર મળે તે માટે વર્ષ 2026-27ના બજેટમાં રાજ્યના અંદાજે ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે 700.63 કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાગરિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા, સમતોલ આહાર માટે NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા માટે 841.69 કરોડની જોગવાઈ પણ કરાઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે,વર્ષ 2025-26માં અગાઉના વર્ષની સરખામણીએ કઠોળના વિતરણમાં 28,491 મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત, આયોડિન અને આયર્નની ઊણપ દૂર કરવા 75 લાખ પરિવારોને માત્ર 1 પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા 59.49 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પારદર્શિતા પારદર્શિતા પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા અને સબસિડીનો સીધો લાભ પહોંચાડવા ટેક્નોલોજીનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતે દેશમાં પ્રથમવાર CBDC (Central Bank Digital Currency) આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ સિસ્ટમ e-KYC આધારિત હોવાથી બાયોમેટ્રિક નિષ્ફળતા જેવી સમસ્યાઓ હલ થશે. અત્યાર સુધીમાં રાજ્યના 4.23 કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત ખેડૂત કલ્યાણની વાત કરતાં તેમણે જણાવ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. વર્ષ 2025-26માં 40,396 ખેડૂતો પાસેથી વિવિધ ધાન્યની ખરીદી કરી 47,494 લાખનું સીધું ચૂકવણું બેંક ખાતામાં કરવામાં આવ્યું છે. શ્રીઅન્ન(મિલેટ્સ)ના વપરાશને પ્રોત્સાહન આપવા માટે બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર ખેડૂતોને 300 પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ આપવા માટે 36.51 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તેમણે કહ્યું કે,જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વની કડી એવા 17 હજારથી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હવે, તેમને 150ના બદલે 185 પ્રતિ ક્વિન્ટલ કમિશન ચૂકવવામાં આવશે. આ માટે 67.20 કરોડની વિશેષ જોગવાઈ અલગથી કરાઈ છે.‘સજાગ ગ્રાહક, સુરક્ષિત ગુજરાત’ના મંત્ર સાથે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવીન પહેલ કરવામાં આવી છે.

રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં ‘પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો’ સ્થાપવામાં આવશે. જેથી ફરિયાદોનો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના ઝડપી ઉકેલ આવશે. વધુમાં, કાયદાકીય માપ વિજ્ઞાન તંત્રની કામગીરીને વધુ પારદર્શક બનાવવા ઈન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ (IFP) કાર્યરત કરાયું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક મયુર મહેતા સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande