
ગીર સોમનાથ 18 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાયે વર્તમાનમાં રાજ્યમાં ગેસના સિલિન્ડર અંગે સર્જાયેલી સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેસના સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
કલેકટરએ જિલ્લાના નાગરિકોને ગેસના સિલિન્ડર ન મળવા બાબતે કોઈ પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા અને અધિકૃત વિક્રેતા પાસેથી જ સિલિન્ડર લેવાનો આગ્રહ રાખવા માટે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ