દાહોદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મની હાજરીમા યોજાયું કાર્યકર્તા સંમેલન
દાહોદ, 19 માર્ચ (હિ.સ.) દાહોદ શહેર ના છાપરી ગામે આવેલ એક ખાનગી પાર્ટી ખાતે આજે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન સ્વાગત પ્રવચન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કર્યું હતું અને ત્યાર બાદ દાહોદના સાંસદ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું બંડી, ભોર્યું
દાહોદ  કાર્યકરતા સંમેલન


દાહોદ, 19 માર્ચ (હિ.સ.) દાહોદ શહેર ના છાપરી ગામે આવેલ એક ખાનગી પાર્ટી ખાતે આજે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન સ્વાગત પ્રવચન ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કર્યું હતું અને ત્યાર બાદ દાહોદના સાંસદ દ્વારા પ્રદેશ અધ્યક્ષનું બંડી, ભોર્યું પહેરાવી અને તીરકામઠુ આપી સ્વાગત કર્યું હતું. પ્રદેશ મહામંત્રી એ જણાવ્યું હતું કે, જગદીશ વિશ્વકર્મા પોતે સ્વાગતમા બુકે ની જગ્યાએ બુક સ્વીકારે છે અને જે જિલ્લામાં જેટલી બુકથી સ્વાગત થાય, તે બુક જિલ્લાના જરૂરિયાત વિધાર્થીઓને આપી દે છે.

આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ દાહોદની ધરા ઉપર પ્રથમ વખત આવ્યા હતા અને કાર્યકર્તા સંમેલને સંબોધન કર્યું હતું તેઓએ કોંગ્રેસ પર કર્યા અક્રમ પ્રહાર અને વધુમાં જણાવ્યું હતું કે આવનારા સમયમાં આપડે બધાએ સંગઠન ને મજબૂત બનાવવાનું છે અને આવનારી ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવી આપડે મોદીજીને મજબૂત કરવાનાં છે અને રાષ્ટ્ર માટે મત આપવાનો છે આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ધારાસબ્યો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah


 rajesh pande