ભાવનગર મંડળમાંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરાઓનો વિસ્તરણ
ભાવનગર 19 માર્ચ (હિ.સ.) મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી સંચાલિત 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરાઓને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત
ભાવનગર મંડળમાંથી પસાર થતી 5 જોડી સ્પેશિયલ


ભાવનગર 19 માર્ચ (હિ.સ.) મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી સંચાલિત 5 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરાઓને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. ટ્રેન નં. 09207 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ, જેને 27 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09208 ભાવનગર–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 26 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 30 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે.

2. ટ્રેન નં. 09211 ગાંધીગ્રામ–બોટાદ દૈનિક સ્પેશિયલ અને 09212 બોટાદ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે.

3. ટ્રેન નં. 09216 ભાવનગર–ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ અને 09215 ગાંધીગ્રામ–ભાવનગર દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે.

4. ટ્રેન નં. 09529 ધોળા–ભાવનગર દૈનિક સ્પેશિયલ અને 09530 ભાવનગર–ધોળા દૈનિક સ્પેશિયલ બંને, જેને 31 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 31 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે.

5. ટ્રેન નં. 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 30 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 27 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે તેમજ ટ્રેન નં. 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ, જેને 29 માર્ચ 2026 સુધી સૂચિત કરવામાં આવી હતી, હવે તેને 26 જુલાઈ 2026 સુધી ચલાવવામાં આવશે.

આરક્ષિત ટ્રેનો માટે ટિકિટ બુકિંગ 20 માર્ચ 2026 (શુક્રવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. યાત્રિયો ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande