પાટણ પાટીદાર સમાજની વડીલ વંદના યાત્રા: હરિદ્વાર ગંગા તીર્થ માટે ભવ્ય આયોજન
પાટણ, 18 માર્ચ (હિ.સ.)પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 800થી વધુ વડીલો માટે હરિદ્વાર ગંગા તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 21 થી 27 માર્ચ દરમિયાન યોજાનારી આ યાત્રામાં વડીલોને શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરાવવામાં આવ
પાટણ પાટીદાર સમાજની વડીલ વંદના યાત્રા: હરિદ્વાર ગંગા તીર્થ માટે ભવ્ય આયોજન


પાટણ, 18 માર્ચ (હિ.સ.)પાટણ લેઉવા પાટીદાર સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 800થી વધુ વડીલો માટે હરિદ્વાર ગંગા તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 21 થી 27 માર્ચ દરમિયાન યોજાનારી આ યાત્રામાં વડીલોને શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરાવવામાં આવશે. યાત્રા પૂર્વે પાટણમાં યજમાન પરિવારો દ્વારા સામૂહિક પોથી પૂજન અને ભવ્ય પોથી યાત્રાનું આયોજન થયું હતું.

મુખ્ય યજમાન મહેન્દ્રભાઈ જયંતીલાલ પટેલના નિવાસસ્થાને 125 જેટલા યજમાન પરિવારો દ્વારા સામૂહિક પોથી પૂજન કરવામાં આવ્યું હતું. કથાવક્તા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં પૂજન વિધિ સંપન્ન થઈ અને શાસ્ત્રીજીએ આશીર્વચન આપ્યા હતા. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય પોથી યાત્રા ફરી હતી.

યાત્રાળુઓ 19 અને 20 માર્ચે પાટણ અને ઊંઝા સ્ટેશનો પરથી અલગ અલગ ટ્રેનો દ્વારા હરિદ્વાર જવા રવાના થશે. મુસાફરી દરમિયાન વડીલોને કોઈ અગવડ ન પડે તે માટે નાસ્તા, ફૂડ પેકેટ, ધાર્મિક ખેસ અને ઓળખ કાર્ડ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. દરેક યાત્રાળુને તેમની ટ્રેન વિગતો સાથેનું કાર્ડ અપાયું છે.

આ યાત્રા નિશુલ્ક યોજવા માટે યજમાનો અને સેવાભાવી લોકોનો સહયોગ મળ્યો છે. હરિદ્વાર ખાતે પ્રેમનગર આશ્રમમાં શ્રીમદ ભાગવત કથા સાથે ગોવર્ધન પૂજા, નંદ ઉત્સવ અને રૂકમણી વિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે. યાત્રાળુઓને ઋષિકેશ દર્શન પણ કરાવવામાં આવશે અને 27 માર્ચે યાત્રાનો સમાપન થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande