તહેવારો પહેલાં પાટણમાં પોલીસનું મેઘા કોમ્બિંગ ઓપરેશન
પાટણ, 18 માર્ચ (હિ.સ.)આગામી રામનવમી અને રમઝાન માસને ધ્યાનમાં રાખીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા મધરાતે શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે શંકાસ્પદ હિલચાલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખાસ ન
તહેવારો પહેલાં પાટણમાં પોલીસનું મેઘા કોમ્બિંગ ઓપરેશન


પાટણ, 18 માર્ચ (હિ.સ.)આગામી રામનવમી અને રમઝાન માસને ધ્યાનમાં રાખીને પાટણ શહેર બી ડિવિઝન પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા મધરાતે શહેરના વિવિધ વિસ્તારોમાં મેઘા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે શંકાસ્પદ હિલચાલ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખી હતી.

ઓપરેશન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા આશરે આઠ વાહનોને ડિટેઈન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તહેવારો દરમિયાન કાયદો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ નાગરિકોને શાંતિ અને ભાઈચારા સાથે તહેવારો ઉજવવા તથા શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande