


પોરબંદર, 18 માર્ચ (હિ.સ.) : પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા ફેબ્રુઆરીની પોરબંદર જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ક્રાઈમ કોન્ફ્રન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફેબ્રુઆરી માસમાં સારી કામગીરી કરનાર 8 જેટલા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવ્યા હતા.
પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઈમ કોન્ફરન્સ હોલ ખાતે જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ફેબ્રુઆરી 2026 ની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા તથા શહેર વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા તેમજ આગામી સમયના આવનાર રમજાન ઇદ તથા રામનવમી તથા માધવપુરના મેળા દરમ્યાન શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ ન બને તે સારૂ અસરકારક પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા તથા ચાલુ માસ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તથા અસામાજીક તત્વોની પ્રવૃતીઓ પર વોચ રાખી ગેર કાયદેસર બાંધકામો શોધી અસમાજીક તત્વોના ગેર કાયદેસર બાંધકામો ડીમોલીશ કરવા અસરકારક કામગીરી કરવા તથા ઘરફોડ ચોરીના ગુનાઓ બનતા અટકાવવા માટે અસરકારક નાઈટનું આયોજન કરવા તથા નાઇટ દરમ્યાન હોટલ-ધાબા ચેક કરવા અંગે તથા ગ્રામીણ વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા અંગે તથા HS-MCR ચેક કરવા અંગે તથા શહેર વિસ્તારમાં ટ્રાફીક નિયમન અંગે અસરકારક કામગીરી કરી અકસ્માતનાં બનાવો નિવારવા જરૂરી વ્યવસ્થા કરવા અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા પોરબંદર શહેર ડીવીઝન તથા મુખ્ય મથક તેમજ નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય ડીવીઝન અને નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા રાણાવાવ ડીવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ફેબ્રુઆરી મહિનામાં એલ.સી.બી.માં ફરજ બજાવતા હેડ કોન્સ. ઉપન્દ્રસિંહ વાધુભા જાડેજા અને વિરેન્દ્રસિંહ દશરથસિંહ પરમારને રાણાવાવ પો.સ્ટે.માં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં 9 વર્ષથી તથા જામનગર જીલ્લાના કુલ- 02 ગુના તથા કચ્છ પુર્વ જીલ્લાના કુલ-02 ગુના મળી કુલ-05 પ્રોહીબીશનના ગુનાઓમાં લાલશાહીથી નાસતા ફરતા આરોપીને મુંબઈ ખાતે થી શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવા બદલ, એસ.ઓ.જી. ના એ.એસ.આઈ. રવિન્દ્રભાઈ શાંતીલાલભાઈ ચાઉં તથા હેડ.કોન્સ. મોહીતભાઈ રાજેશભાઈ ગોરાણીયાને કમલાબાગ પો.સ્ટે. વિસ્તારમાંથી 612 ગ્રામ ગેરકાયદેસર ગાંજા સાથે પકડી પાડી એન.ડી.પી.એસ. નો ગુનો દાખલ કરવા બદલતેમજ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) વજન 1 કીલો 829 ગ્રામ કી.રૂા. 1,82,90,000/- ના મુદામાલ સાથે એક ઈસમને પકડી લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોરબંદરને સોંપી આપી હતી.
પ્રસંશનીય કામગીરી કરવા માટે તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. સાજનભાઈ રામશીભાઈ વરૂ અને સુરેશભાઈ કિશાભાઈ મોરીને પાંચ વર્ષથી લાલશાહી થી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવા માટે તથા કુતીયાણા પોલીસ સ્ટેશનના પો.કોન્સ. મહેશભાઈ મેરામણભાઈ મુશારને ખેડુત અરજદારના મળવા પાત્ર રૂપીયા ટેકનીકલ ખામી અથવા ફ્રોડના કારણે અન્ય બેંક એકાઉન્ટમાં જમા થતા અરજદારની ફ્રોડમાં ગયેલ રકમ લગત બેંકોનો સંપર્ક કરી પરત મેળવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારને પરત આપવી પ્રસંશનીય કામગીરી કરવા માટે પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya