બોટાદના વિવિધ તાલુકાઓની ગેસ એજન્સીઓની મુલાકાત કરતું જિલ્લા વહીવટી તંત્ર.
બોટાદ, 19 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. કલેક્ટર શ્રી ડો. જીન્સી ર
મુલાકાત


બોટાદ, 19 માર્ચ (હિ.સ.)બોટાદ જિલ્લામાં ઘરેલુ ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરોનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, બોટાદ દ્વારા જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. કલેક્ટર શ્રી ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્જુન ચાવડાએ નાગનેશ, રાણપુર, પાળીયાદ, બોટાદ સહિતની જગ્યાઓ પર આવેલ એજન્સીઓની મુલાકાત કરવામાં આવી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિલિન્ડરોના વિતરણ વ્યવસ્થાને સુચારૂ રાખવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.આ સંદર્ભે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા, કેન્દ્ર સરકારના સૂચન મુજબ એક જ ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે શહેરી વિસ્તાર માટે ઓછામાં ઓછા ૨૫ દિવસનો તથા ગ્રામ્ય વિસ્તાર માટે ઓછામાં ઓછો ૪૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ જિલ્લામાં ઘરેલું જરૂરિયાત માટે એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ રહે છે. તેથી નાગરિકોએ અફવા અને ગેરસમજથી દૂર રહેવા તથા ગેસ એજન્સીઓ બુકિંગ લેતી નથી તેવા ભ્રામક સમાચારોથી ગેરમાર્ગે દોરાઈ ન જવા અપીલ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લામાં હાલમાં પુરતો ડોમેસ્ટિક એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, નાગરિકોએ અનધિકૃત સંગ્રહખોરી ન કરવા તેમજ નિયત ઉપયોગ સિવાય અન્ય કોઈ ઉપયોગ ન કરવા જિલ્લા તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande