
ગીર સોમનાથ 19 માર્ચ (હિ.સ.) પ્રવર્તમાન સમયમાં મધ્યપુર્વ દેશોમા ચાલી રહેલ યુધ્ધના કારણે પેટ્રોલીયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાયેલ હોય આ પરીસ્થિતીને પહોંચી વળવા ભારત સરકાર દ્રારા સંભવીત LPG ગેસ પુરવઠાને નિયંત્રીત કરવા માટે ESMA લાગુ કરેલ હોય જે અન્વયે પેટ્રોલીયમ ગેસનો ગેરકાયદેસર સંગ્રહ કે વધારાના ભાવે વેચાણ કે ગેરવપરાશ કરતા ઇસમો વિરુધ્ધ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાયબ પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢનાઓ તથા જયદિપસિંહ જાડેજા , પોલીસ અધિક્ષક ગીર સોમનાથનાઓ તરફથી સુચના થઇ આવેલ હોય.
ઉપરોકત સુચના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ઓના માર્ગદર્શન અનુસાર એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા નાઓ પો.સ્ટાફ સાથે
ગેસ ગોડાઉન ઉપર તથા ગેસ વિક્રેતા તથા ગેસ એજન્સીઓ વિગેરે જગ્યાઓએ વોચ તપાસ તથા પેટ્રોલીંગમા હતા દરમિયાન સાથેના પો.સ્ટાફના દેવદાનભાઈ માણંદભાઇ તથા વિપુલભાઇ અમૃતભાઇ તથા કૈલાસસિંહ જેસાભાઇ તથા મહાવીરસિંહ મંગલસિંહ નાઓની સંયુકત બાતમી આધારે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારના નાવદ્રા ગામની સીમમાં રહેતા નિલેશ હિરાભાઇ સેવરાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાન પાસે આવેલ ઓરડીમાં તપાસ કરતા ઘરેલું ગેરકાયદેસર રીતે કોઇ પાસ પરમીટ વગરના LPG ગેસના બાટલાનો નીચે મુજબનો જથ્થો મળી આવતા સંડોવાયેલ ઇસમને પુછપરછ કરતા ઉપરોકત LPG ગેસના બાટલાનો જથ્થો પોતે કાળાબજારીમા વેચતો હોવાનું જણાવતા મજકુર ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે- સ્થળ ઉપરથી મળી આવેલ LPG ગેસના બાટલા જથ્થો:-
૧) ઘરેલુ LPG ગેસના જુદી-જુદી કંપનીના ખાલી બાટલા નંગ-૨૪
૨) ઘરેલુ LPG ગેસના જુદી-જુદી કંપનીના ગેસ ભરેલ બાટલા નંગ-૦૯ કુલ બાટલા નંગ-૩૩
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ