પાટણ પોલીસનો ગુંડા તત્વો સામે કડક એક્શન
પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ પોલીસે કુખ્યાત ભાવેશ બળદેવભાઈ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયા અને તેની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. રાધનપુર DySP પરેશ રેણુકાએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીત
પાટણ પોલીસનો ગુંડા તત્વો સામે કડક એક્શન


પાટણ, 19 માર્ચ (હિ.સ.)પાટણ પોલીસે કુખ્યાત ભાવેશ બળદેવભાઈ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલીયા અને તેની સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. રાધનપુર DySP પરેશ રેણુકાએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે.

પરેશ રેણુકાએ જણાવ્યું કે ભાવેશ જીલીયાનો લાંબો ગુનાહિત ઇતિહાસ છે. તેના વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં 20 ગુના નોંધાયેલા છે, જેમાંથી પાટણ જિલ્લામાં જ આર્મ્સ એક્ટ, IPC 323 અને GUJCTOC સહિતના 10 ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો તેમને આવા ગુંડા તત્વો વિરુદ્ધ કોઈ માહિતી કે ફરિયાદ હોય તો તેઓ નિર્ભયપણે પાટણ LCBનો સંપર્ક કરે. પ્રાપ્ત ફરિયાદોના આધારે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે.

સાથે જ, DySPએ ચેતવણી આપી કે સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવો કાયદેસર ગુનો છે. સાયબર ટીમ સતત નજર રાખી રહી છે અને કોઈ પણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande