


પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, પોરબંદર અને કોસ્ટગાર્ડ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે માધવપુરના ઉતરાણ કેન્દ્ર ખાતે માછીમારો માટે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક માછીમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં માછીમારોને દરિયામાં માછીમારી દરમિયાન સુરક્ષા જળવાઈ રહે તે માટે જરૂરી લાઈફ સેવિંગ ઇક્વિપમેન્ટના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, ટોકન સોફ્ટવેરના ઉપયોગ, કોસ્ટલ સિક્યોરિટી અંગે જાગૃતિ, લાઈટ ફિશિંગ સંબંધિત નિયમો તેમજ માછલીના પરિવહન (ટ્રાન્સપોર્ટ) અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અને કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ માછીમારોને સરકારની માર્ગદર્શિકા અનુસરવા તેમજ દરિયામાં સલામતીના તમામ પગલાં લેવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya