પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, 8 કાર્યકરોની અટકાયત.
પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના વધતા ભાવ, બાટલાની અછત અને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતા પર વધતા આર્થિક બોજને લઈ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિર
પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, 8 કાર્યકરોની અટકાયત.

પાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, 8 કાર્યકરોની અટકાયત.

પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના વધતા ભાવ, બાટલાની અછત અને મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય જનતા પર વધતા આર્થિક બોજને લઈ કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે દરમિયાનગીરી કરી અને 8 કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.

આ પ્રસંગે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કરણ પરમાર, પ્રભારી પ્રતાપસિંહ રાજપૂત અને શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande