પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં એર કન્ડીશન્ડ કોચોમાં કાયમી વધારો
- મુસાફરોને મળશે વધારાની સુવિધા ભાવનગર, 23 માર્ચ (હિ.સ.) : મુસાફરોની સુવિધા અને રેલવે બોર્ડના માર્ગદર્શિકા અનુસાર દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 06 સ્લીપર શ્રેણીના કોચ ઉપલબ્ધ કરાવવા તથા એર કન્ડીશન્ડ કોચોની સંખ્યામાં વધારો કરવાનો હેતુ રાખીન
મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં એર કન્ડીશન્ડ કોચોમાં કાયમી વધારો


- મુસાફરોને મળશે વધારાની સુવિધા

ભાવનગર, 23 માર્ચ (હિ.સ.) : મુસાફરોની સુવિધા અને રેલવે બોર્ડના માર્ગદર્શિકા અનુસાર દરેક મેલ/એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 06 સ્લીપર શ્રેણીના કોચ ઉપલબ્ધ કરાવવા તથા એર કન્ડીશન્ડ કોચોની સંખ્યામાં વધારો કરવાનો હેતુ રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી પસાર થતી મેલ/એક્સપ્રેસ ટ્રેનોની સંરચનામાં કાયમી રીતે એર કન્ડીશન્ડ શ્રેણીના કોચોમાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એર કન્ડીશન્ડ શ્રેણીમાં મુસાફરી કરનાર મુસાફરોને વધારાની જગ્યાની સુવિધા મળશે તથા ભીડ નિયંત્રણમાં પણ મદદ મળશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ સુધારેલી કોચ રચનાનો વિગતવાર ઉલ્લેખ નીચે મુજબ છે —

1. ગાડી સંખ્યા 19217/19218 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ એક્સપ્રેસમાં થર્ડ એસી કોચોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ ફેરફાર બાંદ્રા ટર્મિનસથી 22 મે, 2026 થી તથા વેરાવળથી 23 મે, 2026 થી અમલમાં આવશે.

2. ગાડી સંખ્યા 12971/12972 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર ટ્રેનમાં થર્ડ એસી શ્રેણીના કોચોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ ફેરફાર ભાવનગર ટર્મિનસથી 21 મે, 2026 થી તથા બાંદ્રા ટર્મિનસથી 24 મે, 2026 થી અમલમાં આવશે.

3. ગાડી સંખ્યા 19271/19272 ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસમાં થર્ડ એસી કોચોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ ફેરફાર ભાવનગર ટર્મિનસથી 21 મે, 2026 થી તથા હરિદ્વારથી 23 મે, 2026 થી અમલમાં આવશે.

4. ગાડી સંખ્યા 12941/12942 ભાવનગર–આસનસોલ સુપરફાસ્ટમાં થર્ડ એસી કોચોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ ફેરફાર ભાવનગર ટર્મિનસથી 26 મે, 2026 થી તથા આસનસોલથી 28 મે, 2026 થી અમલમાં આવશે.

5. ગાડી સંખ્યા 22963/22964 બાંદ્રા ટર્મિનસ–ભાવનગર સુપરફાસ્ટમાં થર્ડ એસી કોચોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ ફેરફાર ભાવનગર ટર્મિનસથી 24 મે, 2026 થી તથા બાંદ્રા ટર્મિનસથી 25 મે, 2026 થી અમલમાં આવશે.

6. ગાડી સંખ્યા 19319/19320 વેરાવળ–ઇન્દોર એક્સપ્રેસમાં થર્ડ એસી કોચોની સંખ્યા 6 થી વધારીને 7 કરવામાં આવશે. આ ફેરફાર ઇન્દોરથી 26 મે, 2026 થી તથા વેરાવળથી 27 મે, 2026 થી અમલમાં આવશે.

રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે મુસાફરી દરમિયાન ઉપલબ્ધ સુવિધાઓનો લાભ લઈ સુરક્ષિત અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande