જામનગરના દરેડ ગામમાં ગેસ રીફીલીંગના કૌભાંડનું પર્દાફાશ, 1ની ધરપકડ
જામનગર, 23 માર્ચ (હિ.સ.) : યુધ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાઓની સમસ્યાઓના ઉદ્ભવી રહી છે. ત્યારે જામનગરના દરેડ ગામમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતા શખસને પોલીસે ઝડપી લીધો છે અને ગેસના ખાલી અને ભરેલા બાટલાઓ કબજે કરવામાં આવ્યા છે. દરેડ ગામમાં શીવમ પાર્ક
ગેસના બાટલા


જામનગર, 23 માર્ચ (હિ.સ.) : યુધ્ધની સ્થિતિ વચ્ચે ગેસના બાટલાઓની સમસ્યાઓના ઉદ્ભવી રહી છે. ત્યારે જામનગરના દરેડ ગામમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરતા શખસને પોલીસે ઝડપી લીધો છે અને ગેસના ખાલી અને ભરેલા બાટલાઓ કબજે કરવામાં આવ્યા છે.

દરેડ ગામમાં શીવમ પાર્ક મેઈન રોડ પર, અજીમ ગેસ સર્વીસ નામની દુકાનની બહાર જાહેરમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરવામાં આવતું હોવાની પંચકોશી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ગેરકાયદે રીતે અને જાહેરમાં સળગી ઉઠે તે રીતે ગેસના ભરેલ બાટલામાંથી ખાલી બાટલામાં ગેસનું રીફીલીંગ કરીને વેચાણ કરતા અજીમ યુસુબભાઈ ખીરા (રે.મસીતીયા ગામ-નવી સોસાયટી)ને ઝડપી લીધો હતો.

તેના કબજામાંથી ગેસના ખાલી 4 બાટલાઓ તેમજ લોખંડની ઈલેકટ્રીક એસેમ્બલ મોટર તથા પ્લાસ્ટીકની પાઈપ, રેગ્યુલેટર, લોખંડની નોઝલ, એક ઈલેકટ્રીક વજન કાંટો મળીને કુલ રૂ.6500નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી અજીમ ખીરાની ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેસના બાટલાઓની સંગ્રહખોરી અને કાળા બજારને અટકાવવા માટે પુરવઠા અધિકારી સહિતની 7 ટીમોએ શહેર તેમજ જિલ્લાના તાલુકા મથકો ખાતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 25 ગેરકાયદે બાટલાઓ કબજે કરીને સીલ કરવામાં આવ્યા હતા. હાલ પણ તમામ તાલુકા મથકો સહિતની ગેસ ગોડાઉનોમાં પણ ચેકીંગની કામગીરી હજુ ચાલુ જ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande