જામનગરમાં લગ્નના એક જ માસમાં માતાના ઠપકાથી મનમાં લાગી આવતા પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવ્યું
જામનગર, 23 માર્ચ (હિ.સ.) : જામનગર શહેરમાં લગ્નના એક જ માસમાં માતાના ઠપકાથી મનમાં લાગી આવતા યુવાન પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દઈને આગળની કાર્યવાહી હાથ ધરી
મોત


જામનગર, 23 માર્ચ (હિ.સ.) : જામનગર શહેરમાં લગ્નના એક જ માસમાં માતાના ઠપકાથી મનમાં લાગી આવતા યુવાન પુત્રએ ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લગ્ન બાદ સંબંધીના ઘરે રોટલો ખાવા જવા બાબતે માતાએ પુત્રને ઠપકો આપ્યાનું પોલીસમાં જાહેર થયું છે.

શહેરના રાંદલનગરમાં, ટી.બી. પાંચ બંગલા પાસે રહેતા હર્ષભાઈ ભરતભાઈ ડાગર (ઉ.વ.21) નામના યુવાનના એકાદ માસ પહેલા જ લગ્ન થયા હતા.

લગ્ન બાદ યુવાનને અન્ય સંબંધીઓના ઘરે રોટલા ખાવા જવા માટે માતાએ કહ્યું હતું. પરંતુ યુવાનને બહારગામ રોટલા ખાવા જવું ન હોવાથી ના પાડી હતી. જેથી માતાએ પુત્ર હર્ષભાઈને ઠપકો આપ્યો હતો.

જે બાબતે પુત્રને મનમાં લાગી આવ્યું હતું અને ગત તા.21ના રોજ જામનગરથી હાપા જતા રેલ્વેના ટ્રેક પર ઉભો રહેતા માલગાડીની અડફેટે આવી જતાં મૃત્યુ નિપજ્યું હતું.

બનાવ અંગેની ભરતભાઈ કરશનભાઈ ડાગરએ પોલીસને જાણ કરતા બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુર્યરાજસિંહ જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande